બલુચિસ્તાન-ખૈબરપખ્તુન્વા પ્રાંતની સીમા પર બસ ખાઇમાં પડતાં 40નાં મોત 8ને ગંભીર ઇજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનમાં ગમખ્વાર બસ દુર્ઘટના
બસ કોટાથી નીકળી ત્યારે 36 યાત્રીઓ હતા : પરંતુ માર્ગમાં એક બસ બંધ પડતાં તેમાના 12 યાત્રીઓ આ બસમાં ચઢ્યા : જાણે તેમને મોતે બોલાવ્યા
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં એક ગમખ્વાર બસ દુર્ઘટના બની છે. શુક્રવારે (આજે) સવારે બલુચિસ્તાનની શેરાની જિલ્લાના ધનસાર વિસ્તાર ઇલાકાથી ઉપડેલી આ બસ ખૈબરપખ્તુન્વાના ડેરા ઇસ્માઇલખાન તરફ જઈ રહી હતી. ત્યારે બસ એક ખીણમાં પડી જતાં ઓછામાં ઓછા ૪૦નાં મોત થયા હતાં જયારે ૮ને ગંભીર ઇજાઓ થઇ હતી.
બલુચિસ્તાનના મુખ્ય મંત્રીના મીડીયા અને રાજકીય બાબતોના સલાહકાર શાહીદ હિંદે એક નિવેદનમાં જણાવ્યું છે કે, પ્રારંભિક રિપોર્ટ પ્રમાણે આ અકસ્માતમાં ઓછામાં ઓછાં ૪૦નાં મોત થયા છે, અને ૮ ને ઇજાઓ થઇ છે.
બલુચિસ્તાનના મુખ્ય મંત્રી સરફરાઝ બુગલીના આદેશથી આ ઘટના પછી તુર્ત જ બચાવ કાર્ય હાથ ધર્યું હતું. સાથે ખૈબરપખ્તુવા પ્રાંતના બચાવ કર્મીઓ પણ પહોંચી જઇને મદદ કરવા લાગ્યા હતા.
આ પૂર્વે શેરાનીના ડેપ્યુટી કમિશનર વલીખાન ઘટનાના સ્થળે અને અન્ય બાબતો અંગે જણાવ્યું હતું કે, વાસ્તવમાં આ બસમાં ૩૬ યાત્રીઓ જ હતા. પરંતુ માર્ગમાં એક અન્ય બસ બંધ પડેલી ઊભી હતી. તેના ૧૨ યાત્રીઓ પણ આ બસમાં ચઢયા હતા. જ જાણે કે તેમને પણ તેમનું મોત બોલાવતું હતું. બસ ખાઇમાં પડતાં તે કુલ ૪૮ મુસાફરો પૈકી ૪૦ના સ્થળ ઉપર જ મૃત્યુ થયાં હતાં. જયારે ૮ને ઈજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને રેસ્ક્યુટીમ-૧૧૨૨ના સભ્યોએ હોસ્પિટલમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.









