World

અમેરિકામાં એકસાથે 30 ભારતીયોની ધરપકડ, ટૂંક સમયમાં થશે દેશનિકાલ! કારણ ચોંકાવનારું

By GS Team
2 Jun 20262 mins read
TukuTouch Logo
30 Indian Truck Drivers Arrested In US 'Operation Checkmate' | અમેરિકામાં વસતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ખાસ કરીને કમર્શિયલ ડ્રાઈવરો સામે વહીવટીતંત્ર હવે કડક બન્યું છે. યુએસ બોર્ડર પેટ્રોલ એજન્ટોએ એરિઝોનાના યુમા સેક્ટરમાં 'ઓપરેશન ચેકમેટ' હેઠળ કાર્યવાહી કરીને કુલ 52 લોકોની ધરપકડ કરી છે, જેમાં 30 ભારતીય ટ્રક ડ્રાઈવરોનો સમાવેશ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં એકસાથે 30 ભારતીયોની ધરપકડ, ટૂંક સમયમાં થશે દેશનિકાલ! કારણ ચોંકાવનારું

30 Indian Truck Drivers Arrested In US 'Operation Checkmate' | અમેરિકામાં વસતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ખાસ કરીને કમર્શિયલ ડ્રાઈવરો સામે વહીવટીતંત્ર હવે કડક બન્યું છે. યુએસ બોર્ડર પેટ્રોલ એજન્ટોએ એરિઝોનાના યુમા સેક્ટરમાં 'ઓપરેશન ચેકમેટ' હેઠળ કાર્યવાહી કરીને કુલ 52 લોકોની ધરપકડ કરી છે, જેમાં 30 ભારતીય ટ્રક ડ્રાઈવરોનો સમાવેશ થાય છે.

શું છે 'ઓપરેશન ચેકમેટ'?

યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના જણાવ્યા અનુસાર, આ ધરપકડ 11થી 15 મે દરમિયાન કરવામાં આવી હતી. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય એવા કમર્શિયલ મોટર વ્હીકલ ઓપરેટરોને પકડવાનો છે, જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે અને ડ્રાઈવિંગ કરી રહ્યા છે.

કુલ ધરપકડ: 52

ભારતીય નાગરિકો: 30

અન્ય દેશોના નાગરિકો: 6 (મેક્સિકો, અલ સાલ્વાડોર અને રશિયા)

ધરપકડ કરાયેલા લોકોમાંથી 3 પાસે કોઈ પણ પ્રકારનું ડ્રાઈવિંગ લાયસન્સ નહોતું.

મહત્વનો ખુલાસો: મોટાભાગના ડ્રાઈવરો પાસે 'એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ્સ' (EAD) હતા, જે જો બાઈડેન વહીવટીતંત્ર દરમિયાન મેળવવામાં આવ્યા હતા, પરંતુ હવે તે માન્ય રહ્યા નથી.

ગેરકાયદે ડ્રાઈવર્સને ડિપોર્ટ કરી દેવાશે

યુએસ બોર્ડર પેટ્રોલના એક્ટિંગ ચીફ પેટ્રોલીંગ એજન્ટ ડસ્ટિન ડબલ્યુ. કોડલેએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહીનો હેતુ જાહેર સુરક્ષાને સુરક્ષિત રાખવાનો અને અયોગ્ય ડ્રાઈવરો દ્વારા થતા જીવલેણ અકસ્માતોને રોકવાનો છે. તમામ વ્યક્તિઓ સામે ફેડરલ કાયદા મુજબ પ્રક્રિયા કરીને તેમને દેશનિકાલ કરવામાં આવશે.

ભૂતકાળના જીવલેણ અકસ્માતોના કારણે અમેરિકામાં કડક કાર્યવાહી 

અમેરિકામાં ગેરકાયદેસર રીતે ટ્રક ચલાવતા ભારતીય ડ્રાઈવરો દ્વારા થયેલા અકસ્માતો બાદ આ મુદ્દો વધુ ગંભીર બન્યો હતો. 

ઓક્ટોબર 2025: જશનપ્રીત સિંહ નામના ડ્રાઈવરે કેલિફોર્નિયામાં નશાની હાલતમાં ટ્રક હંકારીને SUV ને ટક્કર મારતા 3 લોકોના મોત થયા હતા. તે 2022માં મેક્સિકો સરહદથી ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો.

ઓગસ્ટ 2025: ફ્લોરિડામાં હરજિંદર સિંહ નામના ડ્રાઈવરે ખોટી રીતે U-Turn લેતા 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો.