એચ-1બીની એક લાખ ડોલર ફીના ટ્રમ્પના નિર્ણય સામે 22 રાજ્યો કોર્ટમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ટ્રમ્પ સરકારને જંગી વિઝા ફી પાછી લેવા વિનંતી
- ટ્રમ્પના નિર્ણયથી ટેક્નોલોજી સિવાય શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓમાં શિક્ષકો, ડોક્ટરો, નર્સોની ભારે અછત સર્જાશે
વોશિંગ્ટન : અમેરિકામાં એચ-૧બી વિઝાધારકો અને ભારતીય પ્રોફેશનલ્સને મુશ્કેલીમાં મુકતા ટ્રમ્પ સરકારે એચ-૧બી વિઝા પર એક લાખ ડોલરની ફીને એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ નિર્ણયનો અમેરિકાના ૨૨ રાજ્યોએ ખુલીને વિરોધ કર્યો છે અને તેની સામે કોર્ટમાં કેસ કર્યો છે.
અમેરિકાના ૨૨ રાજ્યોના એટર્ની જનરલની દલીલ છે કે ટ્રમ્પ સરકારનું આ પગલું ગેરકાયદે છે અને તેનાથી શિક્ષકો, ડોક્ટરો અને નર્સોની અછત વધી જશે. આ પગલાંને અમેરિકન અર્થતંત્ર, શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ માટે એક મોટો ફટકો માનવામાં આવે છે. આ કેસ કુશળ કર્મચારીઓની ભરતી માટે એચ-૧બી પ્રોગ્રામ પર નિર્ભર અમેરિકન કંપનીઓ અને ભારતીય પ્રોફેશનલ્સ માટે મહત્વનો છે.
અમેરિકાના આ રાજ્યોના એટર્ની જનરલોએ અમેરિકન નાગરિક્તા અને ઈમિગ્રેશન સેવા વિભાગને ઔપચારિક પત્ર મોકલીને આ વિવાદાસ્પદ પ્રસ્તાવને તુરંત પાછો લેવાની માગ કરી છે. તેમનો તર્ક છે કે વહીવટી તંત્ર પાસે સંસદની મંજૂરી વિના આ પ્રકારે જંગી ફી નાંખવાનો કોઈ અધિકાર નથી.
ટ્રમ્પના ટીકાકારોનું કહેવું છે કે આ નવી ફી માત્ર ટેક્નોલોજી ક્ષેત્ર સુધી મર્યાદિત નહીં રહે પરંતુ તેની સીધી અસર અમેરિકાની એવી સંસ્થાઓ પર પડશે જે શિક્ષકો, ડોક્ટરો અને નર્સોની અછતનો સામનો કરી રહી છે. આ નિર્ણય સ્થાનિક અને રાજ્ય સ્તરની સંસ્થાઓ માટે કુશળ વિદેશી પ્રોફેશનલ્સની નિમણૂક કરવાનું લગભગ અશક્ય બનાવી દે છે, જેનાથી પ્રત્યક્ષરૂપે સામાન્ય જનસ્વાસ્થ્ય અને મૂળભૂત શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ શકે છે.
વિદેશી પ્રતિત્રાઓના માનવીય અને સામાજિક યોગદાન પર પ્રકાશ પાડતા વર્જિનિયાના એટર્ની જનરલ જે જોન્સે ટ્રમ્પ સરકારની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, એચ-૧બી પ્રોફેશનલ દરેક સરકારી પ્રક્રિયા અને કાયદાકીય ઔપચારિક્તા પૂરી કરીને 'અમેરિકન ડ્રીમ' જીવવા અહીં આવે છે.




