World

ઇસ્લામિસ્ટ આતંકવાદીઓના ડ્રોન હુમલામાં પાકિસ્તાનના 10 અધિકારીઓ માર્યા ગયા

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે આવેલા હાન્ગુ પ્રદેશમાં ઇસ્લામિસ્ટ આતંકીઓએ પોલીસ ચોકી પર મોડી સાંજે હુમલો કર્યો. ડ્રોન દ્વારા વિસ્ફોટક ફેંકી 10 પોલીસ અધિકારીઓને મારી નાખ્યા. આતંકીઓ અને પોલીસ વચ્ચે થયેલા ગોળીબારમાં 15 હુમલાખોરો પણ ઠાર થયા. આ વિસ્તાર આતંકીઓનો ગઢ બન્યો છે, જ્યાં સ્થાનિક લોકો પણ તેમને મદદ કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇસ્લામિસ્ટ આતંકવાદીઓના ડ્રોન હુમલામાં પાકિસ્તાનના 10 અધિકારીઓ માર્યા ગયા
  • બુધવારે મોડી સાંજે અફઘાનિસ્તાન સાથેની સરહદે આવેલા હાન્ગુ પ્રદેશમાં આ ઘટના બની : તે પ્રદેશ આતંકીઓનું મથક છે

પેશાવર/ઇસ્લામાબાદ : પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે આવેલા હાન્ગુ વિસ્તારમાં બુધવારે મોડી સાંજે ઇસ્લામિસ્ટ આતંકીઓએ એક પોલીસ-પોસ્ટ ઉપર અચાનક હુમલો કરતાં ૧૦ અધિકારીઓ માર્યા ગયા હતા. આ માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે એક જ સપ્તાહમાં આ બીજો હુમલો થયો છે.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ પર્વતીય પ્રદેશ કેટલાયે સમયથી, આતંકવાદીઓના મુખ્ય-મથક સમક્ષ બની રહ્યો છે. તેઓ બંને દેશોમાં ગમે ત્યારે જઈ આવી પણ શકે છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર તે ઇસ્લામિસ્ટ આતંકવાદીઓને આશ્રય આપે છે. અને દરેક પ્રકારની સહાય પણ કરે છે.
પાકિસ્તાનના આ આક્ષેપોને અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે સ્પષ્ટ રદીયો આપ્યો છે અને જણાવ્યું છે કે પાકિસ્તાનમાં આતંકવાદ ફૂલ્યો ફાલ્યો છે. તે પાકિસ્તાનનો જ આંતરિક મામલો છે. અમારે તેની સાથે કશી લેવા દેવા નથી.
હાન્ઝુ વિસ્તારમાં થયેલા આ હુમલા અંગે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે પહેલાં તે આતંકવાદીઓએ ક્વોડ કોપ્ટર્સ (ડ્રોન) સાથે, સ્ફોટક પદાર્થો બાંધ્યા હતા. પછી પોલીસ મથક પરથી તે ડ્રોન પસાર થયું ત્યારે સિગ્નલો આપી તે સ્ફોટક પદાર્થો સાથે પેલાં પોલીસ મથક ઉપર તૂટી પડતાં તે પોલીસ ચોકી જ નાશ પામી હતી. સાથે તેમા ંરહેલા દસે દસ પોલીસ અધિકારીઓ પણ માર્યા ગયા હતા.
આ ઘટના પૂર્વે આતંકીઓએ પોલીસ મથક ઉપર ગોળીબાર કર્યો હતો. ત્યારે પોલીસ અને ઇસ્લામિસ્ટ આતંકવાદીઓ વચ્ચે સામસામા ગોળીબારોની રમઝટ ચાલી હતી. જેમાં ૧૫ હુમલાખોરો માર્યા ગયા હતા, તેમ તે વિસ્તારના પોલીસ વડા ઝૂલ્ફીકાર હમીદે જણાવ્યું હતું.
ટૂંકમાં ખૈબર-પખ્તુનવા વિસ્તારમાં આ આતંકીઓનું જ રાજ ચાલે છે. સાથે તેવું પણ જાણવા મળ્યું છે કે ત્યાંની સ્થાનિક જનતા જ તે આતંકીઓને આશ્રય આપે છે. તેમજ તેમને માટે ભોજન વગેરેની સુવિધાઓ પણ પૂરી પાડે છે.