પાકિસ્તાન સ્થિત 'બ્રોડ-પીક'નું આરોહણ કરતાં વિશ્વ વિખ્યાત આરોહક નિર્મલ પૂર્જા સહિત 10 લાપત્તા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- નિર્મલ પૂર્જાએ ૨૦૧૯માં છ માસ અને થોડા વધુ દિવસોમાં ૮,૦૦૦ મીટર ઊંચો વિશ્વના ૧૪ શિખરો સર કરી વિક્રમ રચ્યો હતો
ઇસ્લામાબાદ : કારાકોરમ-પર્વતમાળાના પાકિસ્તાન તરફના ભાગે આવેલા બ્રોડ-પીકનું પર્વતારોહણ કરવા જતાં હિમ પ્રપાતને લીધે વિશ્વ વિખ્યાત નેપાળી પર્વતારોહક નિર્મલ પૂર્જા સહિત ૧૦ પર્વતારોહકો લાપત્તા બન્યા છે. પાકિસ્તાનની આલ્પાઇન કલબ તથા પાકિસ્તાનના સૈનિકો તેઓને શોધવા પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ તેઓમાંથી કોઈ પણ બચી શકયું હોય તેવી આશા વ્યર્થ છે.
આ મહાન નેપાળી પર્વતારોહકે ૨૦૧૯માં છ માસથી થોડા વધુ દિવસોનાં વિશ્વનાં ૮૦૦૦ મીટર ઊંચા તેવા ૧૪ શિખરો સર કરી વિક્રમ સ્થાપ્યો હતો અને તેઓઉપર વિશ્વભરની માઉન્ટેનીયર્સ કલબે પ્રશંસાના પુષ્પો વરસાવ્યા હતાં.
નિર્મલ પૂર્જાની પર્વતારોહક ટૂકડીમાં વિવિધ દેશોના મળી કુલ ૧૦ પર્વતારોહક હતા. તેમાં પાકિસ્તાન, ચીન, ઓમાન અને અમેરિકાના પર્વતારોહકો હતા. તેનું નેતૃત્વ નિર્મલ પૂર્જા કરી રહ્યા હતા.
આ માહિતી આપતા સીએનએન જણાવે છે કે ગુરૂવારે સાંજે આ હિમ પ્રપાતની માહિતી મળતા કલબના પ્રમુખ મેજર જનરલ ઇર્ફાન અર્શાદ અને કલબના પદાધિકારીઓ સરકારના સતત સંપર્કમાં છે. અને શોધ તેમજ સહાય કાર્યમાં કલબના સભ્યો પણ સૈનિકોની સાથે કાર્યરત છે. હેલિકોપ્ટર્સ દ્વારા પણ તે પર્વતારોહકોની શોધ ચાલી રહી છે. અને સદભાગ્યે કોઇ બચ્યા હોય તો તેને ઉગારી લેવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. જો કે આ કાર્યવાહીમાં તોફાની પવનોને લીધે થોડી મુશ્કેલી થાય છે તેમ છતાં અમે હિંમતપૂર્વક કાર્ય કરી રહ્યા છીએ.









