મને કાળા પાણીની સજા મંજૂર છે, લેખિત માફી કદી નહીં માગું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- પરણેતરને જીવ્યા-મૂવાના જુહાર કહીને ભડવીર ગુજરાતી જાન ન્યોછાવર કરવા તૈયાર થયો
- વક્તને ઇશ્ક કે દીવાનોં કી બુલંદી દેખ લી,
અબ દિખાઓંગે ઉન્હેં તુમ કૌન સી ઊંચાઈયાં. - મુખીએ ગાડામાંથી છલાંગ મારી. જાનની રખેવાળી કરતાં વળાવિયા પાસેથી બંદૂક આંચકી લીધી અને આ અંગ્રેજ ટુકડીનો સામનો કરવા તૈયાર થઈ ગયા. જાનમાં ચારેકોર ચહલ-પહલ થઈ ગઈ. ગીતો ગાતી જાનડીઓની જીભ ભયથી સિવાઈ ગઈ
ઈ. સ. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામના એ કસુંબલ દિવસો હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જોહુકમી સામે આઝાદીના લડવૈયાઓ રણજંગે ચડયા હતા. ઈ. સ. ૧૮૫૭ના આ સમયમાં અંગ્રેજ સરકારને દેશની હવામાં અવિશ્વાસની ગંધ આવતી હતી. વાતાવરણ ભારે હતું અને ક્રાંતિની ચિનગારી વિદેશી શાસકોના હૃદયમાં ભયનો અગ્નિ ફેલાવતી હતી. આવા સમયે જૂન મહિનાની મધરાતે એક જાન આણંદ બાજુ આવી રહી હતી. બપોરના બળબળતા તાપ પછી શીતળ ઉનાળાની રાત્રિ લાગતી હતી. મધુર લગ્નગીતો ગવાઈ રહ્યાં હતાં અને શરણાઈનાં સૂર રાતના શાંત વાતવરણને મધુરતા આપતા હતા.
પાંચ ગામમાં પ્રસિદ્ધ એવા ગરબડ મુખી લગ્ન કરવા નીકળ્યા હતા. મુખીની જાન એટલે માણસોનો પાર નહીં. આખું ગામ ઉમટયું હતું. જાનૈયાઓ બળદગાડામાં આણંદ તરફ જતા હતા.
જાનને અજબ શણગાર કરવામાં આવ્યો હતો. બળદો પર સુંદર ભરતકામ કરેલાં વસ્ત્રો ઝૂલતા હતાં. એમના ગળામાં રહેલી ઘંટડીઓ મધુર અવાજે રણકતી કરતી હતી અને એનો અવાજ આ અંધારી રાતને પણ રણઝણાવતો હતો.
જાનમાં આનંદનો ગુલાલ ઊડતો હતો અને જાનડીઓ એક પછી એક ગીતો ગાતી હતી. મધરાતે આનંદનો રંગ ગુલાલ જામ્યો હતો, ત્યાં એકાએક ગાડાંની આગળ કેટલાંક બંદૂકધારી માણસો ધસી આવ્યા અને એમણે ગાડાંઓ રોકવાનો પડકાર કર્યો.
રાતના અંધારામાં સહુએ માન્યું કે નક્કી, કોઈ લૂંટારો ચઢી આવ્યો છે. જાનને લૂંટવા આવ્યો લાગે છે, પણ એમને ખબર નથી કે આ કોઈ જેવા તેવાની જાન નહોતી, ભય જોઈને ભાગી જાય તેવા લોકોની જાન નહોતી, પણ સામે ચાલીને ઘા ઝીલવામાં માનનારા ગરબડ મુખીની જાન છે. ગરબડ મુખી પોતે હિંમતવાન અને સાહિસક હતા. વળી આવી મોટી જાન હોય ત્યારે જાપ્તો પણ પૂરેપૂરો હોય, એમની સાથે બંદૂકધારીઓ હતા, ચોકીદારો હતા, આથી ડરની કોઈ વાત નહોતી. લૂંટારા બિચારા લૂંટાઈ જાય એવી એમની હાલત થાય તેવું હતું.
પણ થોડીવારે સહુએ જોયું કે આ જાન લૂંટવા ચડી આવેલા કોઈ બહારવટિયા નથી. લૂંટફાટ કરવા આવેલા લૂંટારાઓ નથી, પરંતુ જેની ધાક આખા દેશભરમાં વ્યાપેલી છે એવા અંગ્રેજ સરકારના સૈનિકો છે. એની સામે થવાનું ન હોય, એને શરણે જવાનું હોય એમ સહુ કોઈ માનતા હતા. જાન ઊભી રહી એવો જ આગળના ગાડાનો વોળાવિયાઓ તો ખોંખારો ખાઈને ગાડામાથી કૂદી પડયા અને ડારો આપનારાઓને ડરાવતા એ કહેવા લાગ્યો, 'અલ્યા! કંઈ ગતાગમ ખરી? કે પછી તમારે માથે મોત ભમે છે. આ જાન કોઈ આલતુ-ફાલતુની નથી. આ તો ગરબડ મુખીની જાન છે, સમજ્યા?'
ગરબડ મુખી શબ્દ સાંભળતાં જ પોલિસ ટુકડીના અમલદારનો કાન ચમક્યો. એ કંપની તો સરકારની ઊંઘ ઉડાડનારા ગરબડ મુખીને જ પકડવા નીકળ્યા હતા અને બાતમી મળતાં સૈનિકોની ટુકડી લઈને અહી આવી પહોંચ્યા હતા. સરકારી અમલદારને લાગ્યું કે એમણે ધાર્યું હતું તે સફળ થશે. સૈનિકોને થયું કે ગુનેગાર તો સામે ચાલીને મળી જશે. પરણીને આવતાં ગરબડ મુખીને આસાનીથી પકડી લેવાશે.
આવી સુંદર તક જોઈને હર્ષ પામતાં અંગ્રેજ અધિકારીએ રાતના સન્નાટામાં બુલંદ અવાજે કહ્યું, 'જુઓ! અમે કંપની સરકારના સૈનિકો છીએ. આ દેશ પર અમારું રાજ ચાલે છે. ચાલો, હથિયારો હેઠે મૂકી દો અને અમને તાબે થઈ જાવ.'
જાનના થોડા અગ્રણી લોકો આગળ આવ્યા અને સરકારી અમલદારને કહ્યું, 'નામદાર સાહેબ! આ કંઈ ગુનેગારોની ટોળી નથી આ તો જાન કહેવાય. મંગલમુહૂર્ત એને પહોંચવાનું હોય. એને બીજી કોઈ આડીઅવળી પંચાત ન હોય.'
અમલદારે કહ્યું, 'તમારી જાન એ વાત સાચી, પણ તમે હિંદુસ્તાન પર રાજ કરતી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ગુનેગારો છો.'
કોઈ ડાહ્યા અને અનુભવીએ આવીને કહ્યું, 'સાહેબ, અમે શી રીતે ગુનેગાર? અમે તો અમારા ગરબડ મુખીને પરણાવવા નીકળ્યા છીએ.'
અંગ્રેજ અમલદારે કરડાકીથી કહ્યું, 'બસ એ જ વાત છે. આ ગરબડ મુખી ગુનેગાર છે. અમે એની કોઈપણ સંજોગોમાં ધ૨પકડ ક૨વા માગીએ છીએ.'
કેટલાંક જાનૈયાઓએ આશ્ચર્યથી કહ્યું, 'શું ગરબડ મુખી ગુનેગાર? ન ભૂતો, ન ભવિષ્યતિ!'
પોલીસ અધિકારીએ કહ્યું, 'જુઓ, એમની ધરપકડ કરવાનું અમારી પાસે વોરન્ટ છે, સમજ્યા?'
ગોરા અમલદારની જોહુકમી અને એની વાતચીત શણગારેલા બળદગાડામાં પરણેતર સાથે બેઠેલા ગરબડ મુખી સાંભળતા હતા. ગોરા અમલદારની જોહુકમી એનાથી સહન ન થઈ. એના તુમાખીભર્યા વચનોએ ગરબડ મુખીને અકળાવી મૂક્યો. નવવધૂ સાથે ગાડામાં બેઠેલા, પરણીને પોતાના ગામ પાછા ફરતા ગરબડ મુખીએ ગાડામાંથી છલાંગ મારી. જાનની રખેવાળી કરતાં વોળાવિયા પાસેથી બંદૂક આંચકી લીધી અને આ અંગ્રેજ ટુકડીનો સામનો કરવા તૈયાર થઈ ગયા. જાનમાં ચારેકોર ચહલ-પહલ થઈ ગઈ. ગીતો ગાતી જાનડીઓની જીભ ભયથી સિવાઈ ગઈ.
ગરબડ મુખીના પરમ મિત્ર મૂળશંકર ગોર દોડતા આવ્યા. એમણે ગરબડના હાથ પકડયા અને એમને સમજાવવા કોશિશ કરી. કહ્યું કે કંપની સરકાર સામે થવામાં માલ નથી. ગરબડે કહ્યું કે જો આ રીતે માનભંગ થઈને જીવવું હોય તો એ જીવવામાંય શું માલ છે? હાથમાં બંદૂક લઈને ગરબડ પોતાની પરણેતર પાસે ગયો અને કહ્યું, 'સ્વમાન એ સૌથી મોટી ચીજ છે. એવું સ્વમાન ગુમાવીને મારે જીવવું નથી.'
નવી પરણેતર કશું બોલી નહીં, પણ પાંપણ ઢાળીને એની વાતમાં સાથ પૂરાવ્યો. ગરબડ મુખીના પગમાં નવું જોર આવ્યું. પોતાની પરણેતરને જીવ્યા-મૂવાના જુહાર કહ્યાં. જાનમાં આવેલા જુવાનિયાઓને પડકાર ફેંકીને તૈયાર કર્યા. ગાડાંઓ આડાં કરીને ઊભા રહ્યા. જાણે ગાડાંઓ કિલ્લાની દીવાલ ન હોય. એક એક ક્ષણ જીવ સટોસટની જતી હતી. ગરબડ મુખીએ બંદૂકનું નિશાન લીધું. ગોરાની જોહુકમી શેં સહન થાય? એની બંદૂકમાંથી ગોળી છૂટી. એ સમયે પેલો ગોરો અધિકારી નીચે નમવા ગયો અને ગરબડની ગોળીથી માથા પરનો એનો ટોપો ઊડી ગયો.
અંગ્રેજ અમલદાર મૂંઝાયો. એણે તો આવા સામનાની કલ્પના પણ કરી નહોતી. પોતાની સૈનિક ટુકડીને ફાય૨ ક૨વાનો હુકમ આપ્યો. બંદૂકની ગોળીની સામસામી રમઝટ ચલી. ગરબડ મુખી અને એના જુવાન સાથીઓએ બરાબર જવાબ વાળ્યો. ભલે ગરબડ પાસે માણસો ઓછા હતા, પણ જે હતાં તે જાન ન્યોછાવર કરવા તૈયાર હતા. ધાણી ફૂટે એમ ગોળીઓ ફૂટવા લાગી. કેટલાંય અંગ્રેજ સૈનિકને ગરબડ મુખીએ વીંધી નાખ્યા. અંધારામાં કળવું બહુ મુશ્કેલ હતું. પરંતુ સૈનિક ટુકડીના ભારતી સૈનિકે મશાલ પેટાવી મશાલનાં અજવાળાંમાં મુખીને જોયો.
પોતાના ગુનેગારને જોતાં અંગ્રેજ અમલદારે નિશાન તાક્યું, પરંતુ અંગ્રેજ અમલદાર નિશાન લઈને બરાબર તાકે એ પહેલાં તો ગરબડ મુખીએ દુશ્મનોને ઢાળી દેવા માંડયાં. રાત વધુ ઘનઘોર બનતી હતી, વાત વધુ કપરી થતી હતી. ખરાખરીનો ખેલ ખેલાતો હતો. અંગ્રેજ અમલદારની એ ગોળી ગરબડ મુખીના એક પગમાં પેસી ગઈ.
લગ્ન માટે નીકળેલી જાનમાં સા૨વા૨ના સાધન ક્યાંથી હોય? પણ મુખીએ ખભા પરનો ખેસ કાઢયો. એને કચકચાવીને પાટો બાંધ્યો અને ફરી ખોડંગાતા પગે દુશ્મનને વીંધવા નીકળ્યા.
અંગ્રેજ સૈનિકોની સંખ્યા ઘણી જ મોટી હતી. થોડી જ વારમાં ઘાયલ ગરબડ મુખી પકડાઈ ગયા. એ પછી કંપની સરકારે ન્યાયનું નાટક ભજવ્યું. ગરબડ મુખી પર અનેક આરોપો મૂકવા માંડયા. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામથી ગભરાયેલી સરકાર વિરોધીઓનો એકેએક સૂર દાબી દેવા માંગતી હતી. સરકાર તેમના પર ચોવીસે કલાકનો ચોકીપહેરો રાખતી હતી. ગરબડ મુખી પર કંપની સરકાર સામે બળવો કરવાનો આરોપ મૂકાયો અને એના કારણે એમના ૫૨ વોરન્ટ મૂકાયું હતું. આ પરિસ્થિતિમાં સરકારી અમલદાર સામે બંદૂક ચલાવીને મુખીએ સાચો વિદ્રોહ પ્રગટ કર્યો.
આ સમયે ગુજરાતમાં જુદે જુદે ઠેકાણે અંગ્રેજ સરકાર સામે બળવો થઈ રહ્યો હતો. ભાઉસાહેબ પવાર, બાપુસાહેબ ગાયકવાડ, પાટણના વાણિયા મગન શેઠ અને ન્યાલચંદ ઝવેરી એ સહુ કોઈ આ બળવાને સાથ આપતા હતા. અંગ્રેજ સરકારે ઘાયલ ગરબડ મુખીને પકડયો. એને કહ્યું કે તમે તાજા પરણીને આવ્યા છો. તમે યાચના કરો તો તમને જામીન આપે.
આવી યાચના કરવા ગરબડ મુખી ક્યાંથી તૈયાર થાય? એમના પર ખૂબ દબાણ આવ્યું. સરકારે ભય બતાવ્યો. સગાં-વહાલાંઓએ પ્રેમથી સમજાવવા કોશિશ કરી પરંતુ ગરબડ મુખીએ લેખિત માફી માગવા કરતાં મોત વધુ પસંદ કર્યું. એ જમાનામાં આવા કેદીને આંદામાનની જેલમાં મોકલવામાં આવતા. એ જેલની સજા કાળાપાણીની સજા ગણાતી. ગરબડ મુખીને પકડીને આંદામાન ટાપુ પર લઈ જવામાં આવ્યા.
એ આંદામાન ટાપુ પર જ આ જવાંમર્દે અંતિમ શ્વાસ લીધો.
પ્રસંગકથા
આઈટી ઇન્ડસ્ટ્રી પર એઆઈનો ખતરો
૨મેશભાઈને છેલ્લા અઠવાડિયાથી દાંતમાં ખૂબ દુઃખાવો રહેતો હતો, ક્યારેક એ દુઃખાવો એટલો બધો વધી જતો કે જોરથી ચીસ પાડી ઊઠતા. આખરે એમણે ડેન્ટિસ્ટને ત્યાં જવાનું નક્કી કર્યું અને સારવાર શરૂ કરી. ત્રણેક દિવસ ડૉક્ટર પાસે ગયા. પહેલાં થોડી દવાઓ લીધી, પણ દુઃખાવો મટયો નહીં એટલે ડેન્ટિસ્ટે દાંત કાઢી નાખ્યો.
રમેશભાઈ ઘેર પાછા આવ્યા, ત્યાં એમના એક સ્નેહી ખબરઅંતર પૂછવા આવ્યા. એમણે ૨મેશભાઈને પૂછયું, 'શું તમારા દાંતમાં હજી દુઃખાવો થાય છે.'
રમેશભાઈએ કહ્યું, 'ભાઈ મને ખબર નથી. મારો દાંત તો ડેન્ટિસ્ટે રાખી લીધો છે.'
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે આઈ.ટી. સેક્ટ૨ની બરાબર આવી જ દશા થઈ છે. દાંત ડેન્ટિસ્ટ પાસે છે એટલે દુઃખાવાની ક્યાંથી ખબર પડે?
એક સમયે ભારતનો યુવાવર્ગ અને વિશેષે મધ્યમ વર્ગ આઈ.ટી. સેક્ટ૨માં ઊંચા પ્રકારની નોકરી, વિદેશમાં કામ કરવાની તક અને સામાજિક પ્રગતિની ઇચ્છાઓ પૂર્ણ કરવાનું માધ્યમ ગણતા હતા અને ઘણા પરિવારો તો આઈ.ટી. ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મોટી કામયાબી હાંસલ કરવાની ઇચ્છા રાખતા હતા.
પણ આજે ભારતમાં આઈ.ટી. સેક્ટરની નેવું ટકા કામગીરી ખતરામાં છે, કારણ કે અહીં પશ્ચિમના દેશો માટે સોફ્ટવેર બનાવવામાં આવતો હતો અને એનાથી દેશનાં સાઈઠ લાખ લોકોને રોજગારી મળતી હતી, પરંતુ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવતા આ નોકરીઓ ખતમ થઈ જશે. બેરોજગારી વધશે, અર્થવ્યવસ્થા સામે સવાલ ઊભા થશે અને યુવાનો દિશાહીન બની જશે. આમ આઈટી સેક્ટરમાંથી નોકરી જતાં દેશના ઘણા યુવાનોની મોટી મોટી મહેચ્છાઓ ધૂળમાં મળી ગઈ છે.




