Inside Story

અખિલેશ માટે જીતો યા મરો જેવો યુપી વિધાનસભાનો જંગ

By GS Team
9 Sep 20263 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ વડાપ્રધાન બનવાના સપના જોઈ રહ્યા છે. 80 લોકસભા બેઠકો પર જીત મેળવી વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર બનવા તેઓ મથી રહ્યા છે. જોકે, તેમનું PDA (પિછડા-દલિત-અલ્પસંખ્યક) સૂત્ર બૂમરેંગ થયું છે. ભાજપના યોગી આદિત્યનાથ અને માયાવતીના પડકાર વચ્ચે અખિલેશ માટે આ જંગ "કરો યા મરો" જેવો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અખિલેશ માટે જીતો યા મરો  જેવો યુપી વિધાનસભાનો જંગ
  • સમાજવાદી પક્ષનું પીડીએનું તીર બૂમરેંગ થઇ રહ્યું છે
  • ઇનસાઇડ સ્ટોરી
  • અખિલેશને બે મોરચે યુધ્ધ લડવાનું છે. તેવિપક્ષ તરફથી વડાપ્રધાનપદના ઉમેદવાર બનવા માંગે છે

સમાજવાદી પક્ષ યેેનકેન પ્રકાણે સત્તાપર આવવા મથી રહી છે અને કેન્દ્ર સ્તરના વિપક્ષી માળખામાં પોતાનું પ્રભુત્વ ઊભું કરવા પ્રયાસ કરી રહી છે. જેમ તમિળનાડુના મુખ્યપ્રધાન વિજયના સમર્થકોને વિજયને વડાપ્રધાન બનાવવા માટે પત્તાં ચીપી રહ્યા છે એમ અખિલેશના સમર્થકો પણ અખિલેશને પીએમ બનાવવાના બોર્ડ ચીતરાવીને બેઠા છે. સમાજવાદી પક્ષની રાજકીય વગ માત્ર ઉત્તર પ્રદેશ પુરતી છે પરંતુ ઉત્તર પ્રદેશ લોકસભાની ૮૦ બેઠકો સમાજવાદી પક્ષનું ભાવિ બદલી શકે છે. તે ત્યારેજ શક્ય છેકે જ્યારે ઉત્તરપ્રદેશ જીતી શકાય. અખિલેશ જાણે છે કે રાજ્ય જીતાશે તોજ વિપક્ષના વડાપ્રધાન પદ માટે દાવો કરી શકાશે. અખિલેશે ચૂંટણી જીતવા માટે બહુ વહેલી તૈયારી કરી લીધી છે. તેના પીડીએ(PDA) વાળા દાવની મશ્કરી થઇ રહી છે. અખિલેશ પીડીએની ફોર્મ્યુલાથી ચૂંટણીમાં છવાઇ જવા માંગે છે. તેમના મતે પીડીએ એટલે પીછડા-દલીત અને અલ્પસંખ્યક. પરંતુ પછી તેમણે પીડીએનો અર્થ બદલીને તેની જગ્યાએ બ્રાહ્મણ મતદારોને ખુશ કરવા પી એટલે પંડિત એમ કહ્યું. જેના કારણે વિવાદ વકર્યો હતો.
ઉત્તરપ્રદશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પીડીએ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે પી-P નો અર્થ પહેલાં પીછડા કરાયો હવે પંડિત કરાયો છે હવે પીનો અર્થ પાકિસ્તાન ક્યારે કરાય છે તે જોવાનું રહ્યું. સામે છડે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ટીમ છે. યોગી સરકાર માને છે કે પોતે કરેલા કામને જોઇને લોકો વોટ આપશે પરંતુ રાજકીય ગણિત ગમે ત્યારે પલટી મારી શકે છે. યોગી સરકારની ટીમ સારી છે પણ તેમની અને કેન્દ્રની ભાજપની નેતાગીરી વચ્ચે ડખા ચાલે છે. જે રીતે રાજ્યપાલ આનંદી બેન અને યોગી સરકાર વચ્ચે કોલ્ડ વોર ચાલે છે તે જોખમી બની શકે છે. રાજ્યપાલ આનંદીબેનને ભાજપના મોવડીમંડળનો દોરી સંચાર મળતો હોય એમ લાગે છે.
વડા પ્રધાનની સ્પર્ધામાં યોગીનું નામ રાષ્ટ્રીય સ્વયંસેવક સઘની લોબી ચલાવી રહી હોવાનું મનાય છે. આ કોલ્ડ વોરની અસર ઉત્તર પ્રદેશ ભાજપના સંગઠન પર થઇ શકે છે. જોકે ઉત્તર પ્રદેશના નવા પ્રભારી વિનોદ તાવડેને ચાણક્ય કહેવામાં આવે છે. તેમણે જ્યારે પહેલીવાર ચૂંટણી લક્ષી પ્રવાસ ઉત્તર પ્રદેશમાં કર્યો ત્યારે મુખ્યપ્રધાન યોગી આદિત્યાનાથના મ્હોં ફાડ વખાણ કર્યા હતા.જેના કારણે ઉત્તરપ્રદેશ ભાજપના કાર્યકરો ખુશ છે
વિનોદ તાવડેએ ચૂંટણીલક્ષી સભાઓ કરવાના બદલે સંગઠનને મજબૂત બનાવવા બેઠકો કરી હતી. ઉત્તર પ્રદેશના મતદારોને હજુ સમાજવાદી પક્ષ બરાબર સમજી શક્યો નથી એમ લાગે છે. અખિલેશે છોડેલું પીડીએનું તીર બૂમરેંગ થઇ રહ્યું છે. હવે જાતિ આધારિત ચૂંટણી જીતવી આસાન નથી. નવી પેઢીને વિકાસની વાતો અને વિકાસ માટે લીધેલા પગલાં પર નજર છે.
દરમ્યાન ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને બહુજન સમાજવાદી પક્ષના વડા માયાવતીએ જાહેર કર્યું છે કે તેમનો પક્ષ તમામ બેઠકો પર ઉમેદવાર ઉભો રાખશે. માયાવતીના ઉમેદવારો અખિલેશના વોટ તોેડશે તે નિશ્ચત છે.
અખિલેશ યાદવ માટે ઉત્તર પ્રદેશનો જંગ જીતો યા મરો જેવો છે. અખિલેશને બે મોરચે યુધ્ધ લડવાનું છે. તે રાજ્ય પણ જીતવા માંગે છે અને વિપક્ષ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર બનવા પણ માંગે છે. ઉત્તરપ્રદેશ જીતે તોજ અખિલેશ પોતાનો દાવો મજબૂત કરી શકે છે.