Inside Story
તમિળનાડુના સીએમ વિજયની પારદર્શિતાની સીધી અસર થઇ
By GS Team
14 Jul 20263 mins read
તામિલનાડુના મુખ્યપ્રધાન વિજય જોસેફે સત્તા સંભાળ્યાના 2 મહિનામાં રાજ્ય પર 10 લાખ કરોડનું દેવું હોવાનું જણાવ્યું. તેમણે રાજકારણી ન હોવા છતાં સ્ટાલીન પરિવારને હરાવ્યા. વિજયે સરકારી હોસ્પિટલો અને શાળાઓ સુધારવા ફિલ્મી ડાયલોગ મુજબ પગલાં લીધા. તેમણે પક્ષના નેતાઓને સંતાનોને સરકારી શાળામાં મોકલવા આદેશ આપ્યો. નાના કોન્ટ્રાક્ટરો માટે કામના ઓર્ડર ઓપન કર્યા, જેનાથી પારદર્શિતા વધી અને રાજ્યને ફાયદો થયો.
00:00
00:25
Summarized by AI; it may make mistakes. Check important info
તામિલનાડુના મુખ્યપ્રધાન વિજય જોસેફે સત્તા સંભાળ્યાના 2 મહિનામાં રાજ્ય પર 10 લાખ કરોડનું દેવું હોવાનું જણાવ્યું. તેમણે રાજકારણી ન હોવા છતાં સ્ટાલીન પરિવારને હરાવ્યા. વિજયે સરકારી હોસ્પિટલો અને શાળાઓ સુધારવા ફિલ્મી ડાયલોગ મુજબ પગલાં લીધા. તેમણે પક્ષના નેતાઓને સંતાનોને સરકારી શાળામાં મોકલવા આદેશ આપ્યો. નાના કોન્ટ્રાક્ટરો માટે કામના ઓર્ડર ઓપન કર્યા, જેનાથી પારદર્શિતા વધી અને રાજ્યને ફાયદો થયો.
00:00
00:25
Summarized by AI; it may make mistakes. Check important info

- ફિલ્મી ડાયલોગ અને વાસ્તવિકતામાં ફર્ક છે
- ઇનસાઇડ સ્ટોરી
- મુખ્યપ્રધાન વિજયે જાહેર કર્યું છે કે તેમના રાજ્ય પર 10 લાખ કરોડનું દેવું છે..
તમિળનાડુના મુખ્યપ્રધાન સી. વિજય જોસેફે સત્તા સંભાળ્યાના બે મહિના થયા છે. તે રોજ રાજ્યના અધિકારીઓને બોલાવીને રાજ્ય માટે શું થઇ શકે તે વિશે શાંતિથી સાંભળે છે. મુખ્યપ્રધાન વિજય રાજકારણી નથી પરંતુ તેમણે રાજકારણના પ્રખર ગણાતા સ્ટાલીન પરિવારને સત્તાપરથી ઉથલાવ્યો છે તેે હકીકત ભૂલી શકાય એમ નથી. મને વહિવટી અનુભવ નથી એમ કહીને અભિનેતા વિજય રાજ્યના વિકાસનું ગણિત સમજવા અધિકારીઓને બોલાવી રહ્યા છે.
સ્ટાલિન પરિવાર વિજયની સરકારને તોેડવા મથે છે એવું જાણતા હોવા છતાં વિજયે આ પક્ષ છોડીને જવાનું વિચારતા લોકોને ચેતવી દીધા છે. વિજયે જ્યારે પોતાની ફિલ્મોમાં સરકાર વિરૂધ્ધમાં જે ડાયલોગ માર્યા હતા તે તેમને હવે મોંધા પડી રહ્યા છે. એક ફિલ્મમાં વિજયે કહ્યું હતું કે સરકારી દવાખાનામાં સારી સવલતો ઉભી કરવી હોય તો રાજકારણીઓ ત્યાં સારવાર કરવા ફરજીયાત જાય તેવાં પગલાં લેવા જોઇએ.
આવા ડાયલોગ અને વિચાર સાંભળવા ગમે છે પરંતુ તેને ખડ્ડૂસ રાજકારણીઓ અમલમાં મુકવા તૈયાર નહીં થાય. ભારતના તમામ રાજ્યના રાજકારણીઓ રાજાશાહી ઠાઠથી જીવવા ટેવાયેલા છે. તે લકઝરી ઘરોમાં રહે છે અને લકઝરી ચીજો અપનાવીને રહે છે. તેમને કોઇ કાયદા કાનૂન સ્પર્શતા નથી સરકારી હોસ્પિટલોને બિનકાર્યક્ષમ રાજકારણીઓએજ બનાવી છે અને પોતાના માટે પ્રાઇવેટ હોસ્પિટલોની સારવાર આસાન બનાવી છે. ફિલ્મોમાં બોલાતા ડાયલોગ કેચી હોય છે, લોકોની વિચારતા કરી મુકે છે પરંતુ તેનો અમલ કરી શકાય એમ નથી.
એવુંજ વિજય જોસેફે શિક્ષણ ક્ષેત્રને સુધારવા ડાયલોગ બાજી કરી હતી. રાજકારણ સાથે સંકળાયેલા લોકો પોતાના સંતાનોને સરકારી સ્કુલોમાં મુકે તો સરકારી સ્કુલો સુંદર બને. તેમ કરવાથી પ્રાઇવેટ સ્કુલો દ્વારા ચલાવાતી તગડી ફીની લૂંટ અટકી શકે. ફિલ્મી ડાયલોગ બાજી અને વાસ્તવિકતા વચ્ચે આસમાન જમીનનો ફર્ક છે. હવે એ જોવાનું રહે છે કે મુખ્યપ્રધાન પદે બેઠેલા વિજય કેવું વેતરે છે. તેમની પાસે સ્પષ્ટ બહુમતી છે. તકસાધુ કોંગ્રેસે તેમની સાથે હાથ મિલાવી દીધા છે. પરંતુ રીતે વિજય પોતાની જાતે આકરા નિર્ણયો લેવા તૈયાર થયા છે તે જોઇને એમ લાગે છે કે તે કોંગ્રેસને ગાંઠશે નહીં.
સોશ્યલ નેટવર્ક પર જોવા મળે છેકે મુખ્યપ્રધાન વિજયે તેમના પક્ષના તમામ નેતાઓ અને કાર્યકરોને તેમના સંતાનોને સરકારી સ્કુલોમાં મોકલવાનો આદેશ આપ્યો છે. તમિળનાડુના નાના કોન્ટ્રાક્ટરો મુખ્યપ્રધાન વિજયના એક પગલાંથી બહુ ખુશ છે જેમાં તેમણે નાનામાં નાના કામ માટેનો ઓર્ડર દરેક કોન્ટ્રાક્ટર માટે ઓપન કરી દીધી છે. ટૂંકમાં દરેક કામ માટે દરેક કોન્ટ્રાક્ટર ટેન્ડર ફોર્મ ભરી શકે છે.
પોતાના રાજ્યની આર્થિક સ્થિતિ કેવી છે તેનાથી પ્રજા પણ જાણકાર રહે તે માટે ગઇ સરકારે કરેલા ખર્ર્ચનું શ્વેત પત્ર તે બહાર પાડશે અને પછી મોટા પ્રોજેક્ટ હાથમાં લેશે. મુખ્યપ્રધાન વિજયે જાહેર કર્યું છે કે તેમના રાજ્ય પર ૧૦ લાખ કરોડનું દેવું છે. મુખ્યપ્રધાન પદું સંભાળવા સાથેજ તેમણે ખર્ચામાં પારદર્શિતા અપનાવવાનું પ્રોમીસ આપ્યું છે. કેટલાક નવા કોન્ટ્રાક્ટમાં જ્યારે ઓપન સિસ્ટમ અપનાવવામાં આવી ત્યારે સ્થાનિક વહિવટી તંત્રને પાંચ થી સાત લાખનો દેખીતો લાભ થયો હતો.
ભૂતપૂર્વ સ્ટાલીન સરકારમાં દરેક ટેન્ડર બજાર કિંમત કરતાં ૧૦ ટકા વધુ ભરાતા હતા જેથી રાજ્યની તિજોરી પર ફટકો પડતો હતો. મોટા ભાગના ટેન્ડરો સ્ટાલીન સરકારના મળતીયાને જતા હતા જે ઉંચા ભાવ ભરીને તગડી કમાણી કરતા હતા. જોકે મુખ્યપ્રધાન વિજયે જુની સિસ્ટમ પર બ્રેક મારી દીધી હોઇ લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે.









