મમતાએ દબાવી રાખેલા 28 કેગ રિપોર્ટ માટે ખાસ વિધાનસભા સત્ર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- કેગ રિપોર્ટ વિધાનસભામાં રજૂ નહોતા કરાયા
- ઇનસાઇડ સ્ટોરી
- પ.બંગાળના નાણાપ્રધાને કહ્યું છે કે રાજ્ય પર અંદાજે 8 લાખ કરોડ રૂપિયાનું દેવું છે
પ.બંગાળના મતદારોએ મમતા બેનરજીને ઘરભેગા કરી દીધા પછી તેમના પક્ષના બેનર હેઠળ ચૂંટાયેલા સાંસદો અને વિધાનસભાના સભ્યો પણ તૃણમૂલ કોંગ્રેસ છોડીને જતા રહ્યા હતા. મમતા બેનરજીના પક્ષનું નિશાન પણ બળવાખોરો માંગી રહ્યા છે તેતો ઠીક પણ તેમના પક્ષનું ૩૦૦ કરોડ ઉપરનું બેંકનું ખાતું ફ્રિઝ કરી દેવામાં આવ્યું છે. મમતા સામેના કેસોની ફાઇલ ખુલી રહી છે. કેટલાક બળવાખોરો કહે છેકે મમતા તેમના ભત્રીજા અભિષેકને પક્ષમાંથી કાઢે તો અમે પરત ફરવા વિચારી શકીએ.
જોકે મમતા માટે અભિષેકની હકાલપટ્ટી શક્ય નથી. અભિષેક મમતાની ઇન-આઉટ બહુ સારી રીતે જાણતા હોઇ મમતા તેમને કાઢવાનું પગલું ભરવાની હિંમત કરી શકે એમ નથી. પ.બંગાળની ભાજપ સરકાર જાણી ગઇ છે કે મમતા હવે રાજકારણમાં બૂઝતા દિવા સમાન છે.
કેન્દ્રીય વિપક્ષ ગઠબંધન પણ જાણી ગયું છે કે મમતા બેનરજી નબળી કડી સમાન છે. વિપક્ષી નેતાઓ ખાસ કરીને કોંગ્રેસના પણ મમતાની સાથે બેસવા તૈયાર નથી.
મમતા બેનરજી સામે વધુ એક પહાડ જેવી મુસીબત આવી રહી છે. મમતો તેમના શાસન દરમ્યાન ૨૮ કેગ (કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ રિપોર્ટ )રિપોર્ટને વિધાનસભાના ટેબલ પર ચર્ચા માટે નહોતા મુક્યા. અમારી પાસે સમય નથી અને અમારી મરજી એમ કહીને રિપોર્ટની ફાઇલો પડી રહેવા દેવાતાં તેના પર ધૂળ ચઢી ગઇ હતી. કેગના રિપોર્ટ વિધાનસભામાં નહીં મૂકવાને બંધારણીય ભૂલ કહી શકાય. સાથે બેસવા તૈયાર નથી.
ગયા શનિવારે પ.બંગાળ વિધાનસભામાં ૨૮ પેન્ડીંગ કેગ રિપોર્ટ મુકાયા હતા. આ રિપોર્ટની ચર્ચા માટે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવાની ભાજપ સરકાર તૈયારી કરી રહી છે. ૨૦૨૦-૨૧થી કેગ રિપોર્ટ પેન્ડીંગ છે. પ.બંગાળના નાણાપ્રધાને કહ્યું છે કે રાજ્ય પર અંદાજે ૮ લાખ કરોડ રૂપિયાનું દેવું છે. પરંતુ કેગનો રિપોર્ટ ખુલ્યા પછી રાજ્યના દેવાની કુલ રકમ ખબર પડી શકે છે.
કેગ રિપોર્ટ બહુ મહત્વના હોય છે. દરેક રાજ્ય સરકારે તેને ટેબલ પર મુકીને ચર્ચા કરવાની હોય છે. કેગ રિપોર્ટ દબાવી રાખવા તે બંધારણીય ગુનો છે. જોકે મમતા બેનરજી સત્તાપર હતા ત્યારે મનમાની કરતા હતા.
આ કેગ રિપોર્ટમાં તેમની સરકાર વિરૂધ્ધના ચુકાદા હશે તે નક્કી છે. મમતાએ તમામ રિપોર્ટને અભરાઇ પર ચઢાવી દીધા હતા. પરંતુ હવે આ રિપોર્ટ માટે જ્યારે ખાસ સત્રમાં ખોલાશે ત્યારે મમતાની સરકારના કરતૂતો જોવા મળશે.
મમતાના શાસનમાં ભ્રષ્ટાચાર મોટા પાયે ચાલતો હતો પરંતુ કોઇ મમતા સામે આંગળી ચીંધી શકતું નહોતું. હવે મમતા ચોમેરથી ઘેરાયેલા છે. રાજ્યના વહિવટમાં ચલાવેલી ગેરરીતીની વિગતો કેગના અહેવાલાોમાં હશે એમમાનવામાં આવે છે.
પ.બંગાળની સરકાર પાસે મમતાને ભીંસમાં લેવાનું વધુ એક શસ્ત્ર આવી ગયું છે. તાજેતરમાં દિલ્હીના જંતરમંતર ખાતે કોક્રોચ જનતા પાર્ટીના શિક્ષણ પ્રધાન હટાઓ આંદોલનમાં મમતા જવાના હતા પરંતુ દિલ્હી કોંગ્રેસ અને કોક્રોચ જનતા પાર્ટી તરફથી તેમને કોઇ આમંત્રણ અપાયું નહોતું.
થાકીને મમતાએ કોલકત્તામાં પક્ષના લોકોને ભેગા કરીને રેલી કાઢી હતી પરંતુ માંડ ૫૦ લોકો ભેગા થયા હતા અને પોલીસ વાનમાં શાંતિથી બેસી ગયા હતા. ૨૮ કેગ રિપોર્ટ મમતાને જેલના સળીયા સુધી ખેંચી જશે એમ મનાય છે.




