Inside Story

કેરળમાં વૃધ્ધોની સંખ્યા સૌથી વધુ વૃધ્ધોના પ્રશ્નો માટે ખાસ મંત્રાલય

By GS Team
5 Aug 20263 mins read
TukuTouch Logo
કેરળમાં વૃદ્ધોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, જ્યાં 2036 સુધીમાં દર 10માંથી 4 વ્યક્તિ વૃદ્ધ હશે. આ સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકારે વૃદ્ધો માટે ખાસ મંત્રાલય બનાવ્યું છે. બાગ-બગીચા, ફિટનેસ સેન્ટર, હેલ્પડેસ્ક જેવી સુવિધાઓનું આયોજન કરાયું છે. કેરળ અન્ય રાજ્યો માટે પણ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેરળમાં વૃધ્ધોની સંખ્યા સૌથી વધુ વૃધ્ધોના પ્રશ્નો માટે ખાસ મંત્રાલય
  • ઇનસાઇડ સ્ટોરી
  • કેરળમાં દાયકામાં દર દશ વ્યક્તિએ ચાર વૃધ્ધો હશે

વૃધ્ધો માટે બાગ બગીચા, ફિટનેસ સેન્ટર્સ, હેલ્પ ડેસ્ક વગેરે ઉભા કરવાનું આયોજન
સૌથી વધુ ઉંમર લાયક લોકો જ્યાં રહેતા હોય તે રાજ્ય કરેળ છે. કેરળ એકજ રાજ્ય એવું છે કે જ્યાં ઉંમરલાયક લોકોની સમસ્યાના નિવારણ માટે ખાસ મંત્રાલય ઉભું કરાયું છે. એક અંદાજ અનુસાર ૨૦૩૬ સુધીમાં દેશમાં વૃધ્ધોની સંખ્યા ૨૩૦ મિલિયનને વટાવી જશે.
આપણે ગયા અઠવાડિયે વિદ્યાર્થી આંદોલન જોયું છે. તેમનેા ઉશ્કેરાટ પણ જોયો છે પરંતુ દેશના રાજ્ય કેરળ નવી સમસ્યાનો સામનો કરી રહ્યું છે. વૃધ્ધોની, સંખ્યા વધે ત્યારે તેમના આરોગ્યની સંભાળ તેમના માટે કેર ટેકર વગેરેની જરૂરીયાત ઊભી થશે. કેરળ તેની લીલોતરી માટે જાણીતું છે સાથે સાથે છેલ્લા દાયકાથી ત્યાં જન્મ દર ઓછો પણ છે.
સામાન્ય રીતે ભારતમાં રાજ્યોમાં વૃધ્ધોની સંખ્યા ૧૨.૯ ટકા જેટલી જોવા મળે છે જ્યારે કેરળમાં તો તે સંખ્યા ૨૦.૭ ટકા છે. કેરળમાં દર પાંચે એક વ્યકિત ૬૦ વર્ષ વટાવી ગયેલી વૃધ્ધ છે. સામાન્ય રીતે વૃધ્ધ મા-બાપનું ધ્યાન સંતાનો રાખતા હોય છે પરંતુ કેરળમાં સંતાનો વિદેશમાં કમાવવા ગયા હોઇ તેમના પેરન્ટ્સનું ધ્યાન તે રાખી શકતા નથી. તે કેરટેકર્સ રોકીને કામ કરાવે છે. કેટલીક સેવાભાવી સંસ્થાઓ વૃધ્ધાશ્રમો ચલાવે છે પરંતુ તમામ વૃધ્ધાશ્રમો ભરાયેલા પડયા છે.
જે કેરળની સ્થિતિ છે એવુંજ અન્ય રાજ્યોમાં પણ થવાનું છે અંતે ભારતમાં વૃધ્ધોની વધતી ટકાવારી જોવા મળશે. વૃધ્ધો માટે સરકારે વેલફેર સ્કીમો, કેર ટેકર, તબીબી સવલતો વગેરે તૈયાર કરવા પડશે.
કેરળમાં ગયા મે માસમાં મુખ્યપ્રધાન તરીકેનો હવાલો સંભાળનાર વી. ડી.સતીસને સૌ પહેલું કામ વૃધ્ધોની સમસ્યાઓ પર ધ્યાન આપવાનું કર્યું હતું. તેમના માટે ભારતમાં પ્રથમવાર એવું ખાસ નવું વૃધ્ધો માટેનું મંત્રાલય પણ ઊભું કર્યું હતું. કેરળની સરકાર નર્સીંગ કોલેજો અને હોસ્પિટલોમાં કેર ગિવર્સ- વૃધ્ધોની સંભાળ કેવી રીતે રાખવી તે શીખવાડતા કોર્સીસ પણ શરૂ કર્યા છે.
વૃધ્ધો માટે બાગ બગીચા, ફિટનેસ સેન્ટર્સ, ઇન્ડોર ગેમ્સના સેન્ટરો હેલ્પ ડેસ્ક વગેરે ઊભા કરવાનું આયોજન કરાયું છે. સાયબર ક્રિમિનલ્સની ઝપટમાં વૃધ્ધો ના આવી જાય તેના માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવાઇ રહી છે. કેરળે વૃધ્ધોને સાચવવા કેવા પગલાં ભર્યા છે તેની વિગતો અન્ય રાજ્યો મુખ્ય પ્રધાનની પાસે માંગી રહ્યા છે. કેમકે તેમના રાજ્યમાં પણ વહેલી મોડી વૃધ્ધોને સાચવવાની સમસ્યા ઊભી થવાની છે.
કહે છેકે કેરળમાં ૨૦૩૬ સુધીમાં દર દશ વ્યક્તિએ ચાર વૃધ્ધો હશે. દાયકાઓથી આપણો દેશ યુવાનોની વધુ વસ્તીવાળો યુવા દેશ કહેવાતો હતો. જેના કારણે વૈશ્વિક કંપનીઓ ભારતમાં રોકાણ કરતી હતી કેમકે ખરીદ શક્તિ યુવા વર્ગ પાસે વધુ હતી.
આજે કેરળ જે વૃદ્ધોની સમસ્યાનો સામનો કરે છે તે આગામી વર્ષોમાં દેશના દરેક રાજ્યમાં જોવા મળશે. કેરળ વૃધ્ધોને લાંબુ અને તંદુરસ્ત જીવન જીવાડવામાં સફળ થશે તો અન્ય રાજ્યો પણ કેરળે લીધેલા પગલાંને અપનાવશે તે નક્કી છે.
કેરળે જાપાન અને યુરોપના મોડલનો અભ્યાસ શરૂ કર્યો છે જ્યાં વૃધ્ધોની સંખ્યા વધુ છે. વૃધ્ધોની કાયદાનું રક્ષણ મળી રહે તે માટે કેરળમાં નવો કાયદો પણ તૈયાર થઇ રહ્યો છે. કરેળની સરકાર રાજ્યમાં કેરહોમ અને વૃધ્ધોની હોસ્પિટલો માટે રોકાણકારોનો આમંત્રી રહી છે. કેરળથી વિદેશમાં કમાવા ગયેલા પોતાની નિવૃત્તિનો સમય વતનમાં ગાળવા ઇચ્છે છે. વૃધ્ધોની વધતી સંખ્યા પડકારજનક બની રહેવાની છે.