Historic Grand Samudra Maha Aarti Concludes At Goan Beaches20260224152526 News | Gujarat Samachar

Surat

અમરોલીમાં રસ્તા વચ્ચે ગટરીયા પૂર : લોકો ત્રાહિમામ, લોકોના આરોગ્ય સામે જોખમ

By GS Team
22 Sep 20262 mins read
TukuTouch Logo
સુરત પાલિકાએ ગટર સમસ્યા માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યાના બીજા જ દિવસે અમરોલીના ગૃહમ ચાર રસ્તા પાસે ગટરનું ગંદુ પાણી રસ્તા પર ઉભરાયું હતું. કતારગામ ઝોનમાં ગટરિયું પૂર જેવી સ્થિતિ સર્જાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ વીડિયો વાયરલ થતાં પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરોલીમાં રસ્તા વચ્ચે ગટરીયા પૂર : લોકો ત્રાહિમામ, લોકોના આરોગ્ય સામે જોખમ

Surat Corporation : સુરત પાલિકા દ્વારા સોમવારે ગટરના ઢાંકણા તૂટવા સહિતની સમસ્યાઓ અંગે ફરિયાદ નોંધાવવા ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, તેના બીજા જ દિવસે અમરોલીના ગૃહમ ચાર રસ્તા પાસે રસ્તા વચ્ચે ગટરનું ગંદુ પાણી સતત ઉભરાતું હોવાનો વીડિયો વાયરલ થતાં પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ગટરિયું પૂર જેવી સ્થિતિ સર્જાતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે, જ્યારે રાહદારીઓને પણ ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. લાંબા સમયથી સમસ્યા હોવા છતાં યોગ્ય ઉકેલ નહીં આવતાં સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ જોવા મળી રહી છે.

સુરત પાલિકાના કતારગામ ઝોનના અમરોલી વિસ્તારમાં હાલમાં વરસાદ ના પાણીની નહીં પરંતુ રસ્તા પર ગટરના પાણી ભરાવવાની સમસ્યાએ માઝા મૂકી છે. મરોલી વિસ્તારમાં ગૃહમ ચાર રસ્તા પાસે રસ્તાની વચ્ચોવચ ગટરનું ગંદુ પાણી ઉભરાતાં નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રસ્તા પર સતત પાણી ભરાયેલું રહેતું હોવાથી વાહનચાલકોને ગંદા પાણી વચ્ચેથી વાહનો પસાર કરવાની ફરજ પડી રહી છે.

આ સ્થળની બાજુમાં જ નાયરા પેટ્રોલ પંપ આવેલો હોવાથી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનચાલકોની અવરજવર રહે છે. ગટરનું પાણી રસ્તા પર ફેલાયેલું હોવાથી પેટ્રોલ પંપ તરફ આવતા-જતા વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. રસ્તા પર ગંદા પાણીનો ભરાવો હોવાથી વાહનોની અવરજવર દરમિયાન પાણીના છાંટા ઉડતાં આસપાસના લોકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આટલું જ નહીં, ગૃહમ ચાર રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ માટે પણ આ સ્થિતિ મુશ્કેલીજનક બની છે. રસ્તા પર ગટરનું પાણી ભરાયેલું હોવાથી રાહદારીઓને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને આ સ્થળેથી પસાર થવામાં વધુ મુશ્કેલી પડી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં ગટરનું પાણી ઉભરાવાની સમસ્યા વારંવાર સર્જાય છે. ગટરનું પાણી રસ્તા પર ભરાતું હોવા અંગે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. પરિણામે રસ્તા પર ગંદા પાણીનો ભરાવો થવા થી દુર્ગંધ સાથે મચ્છરોના ઉપદ્રવની શક્યતા પણ વધી રહી છે અને સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત જોવા મળી રહી છે. મહત્વનું એ છે કે પાલિકાએ સોમવારે જ ગટરના ઢાંકણા તૂટવા સહિતની સમસ્યાઓ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હતો. ફરિયાદ ઝડપથી નોંધાય અને તંત્ર સુધી પહોંચે તે માટેની વ્યવસ્થા જાહેર થયાના બીજા જ દિવસે અમરોલીમાં ગટરનું પાણી રસ્તા પર વહેતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેના કારણે માત્ર ફરિયાદ નોંધવાની વ્યવસ્થા ઉભી કરવાથી નહીં પરંતુ આવી ફરિયાદોનો સમયસર નિકાલ થાય તે પણ એટલું જ જરૂરી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.