Health

ભારતમાં પહેલી વખત ક્યાં બન્યા હતા પિઝા, ક્યારે શરૂ થયુ વેચાણ... જાણો

By GS Team
15 Jul 20192 mins read
This article was originally published on 15 Jul 2019
ભારતમાં પહેલી વખત ક્યાં બન્યા હતા પિઝા, ક્યારે શરૂ થયુ વેચાણ... જાણો

અમદાવાદ, તા. 15 જુલાઈ 2019 સોમવાર

ફાસ્ટ ફૂડનું નામ લેતા જ ઘણા પ્રકારની ડિશ મગજમાં આવે છે. બર્ગર હોય કે પિઝા. તેને જોતા જ મોં મા પાણી આવી જાય છે. આ તમામ ફાસ્ટ ફૂડમાંથી જો સૌથી વધારે લોકોને પિઝા જ પસંદ હશે.

પિઝા એક એવુ ફાસ્ટ ફૂડ છે જેના વિશે તમામ જાણે છે. ક્યારેય ને ક્યારેય દરેકે આનો સ્વાદ જરૂર ચાખ્યો હશે. હવે આમાં કેટલીય વેરાયટીઝ પણ થઈ ગઈ છે. બાળકો તો શોખથી પિઝા ખાવાનુ પસંદ કરે છે. આજકાલ દરેક શહેરમાં પિઝાના આઉટલેટ્સ છે. પણ ક્યારેય આપે વિચાર્યુ છે ભારતમા પહેલીવાર પિઝા ક્યા બન્યો. કયા શહેરમાં આનુ વેચાણ શરૂ થયુ?

પિઝાનો સફર યુનાન, ઈટલી, અમેરિકા વગેરે દેશોમાંથી થતા 1996માં ઈન્ડિયા પહોંચ્યુ. 18 જૂને પિઝાને ઈન્ડિયામાં લાવવામાં આવ્યો હતો. પિઝા માર્કેટની બીજી પ્રસિદ્ધ કંપની Pizza Hut છે જેણે પહેલીવાર ભારતીય લોકોને પિઝાના સ્વાદથી રૂબરૂ કરાવ્યો હતો. કંપનીએ ઈન્ડિયામાં પોતાનુ પહેલુ આઉટલેટ બેંગાલુરુમાં ખોલ્યુ હતુ. સમગ્ર દેશમાં પિઝા હટના 500થી વધારે આઉટલેટ છે.

હવે આપ વિચારશો કે પિઝા માર્કેટનું સૌથી મોટુ નામ ડૉમિનોઝ ક્યાં હતુ? તો આપને એ પણ જણાવી દઈએ કે ડૉમિનોઝ પણ પિઝા હટથી પાછળ નહોતુ. 1995માં Domino's Pizza India Private Ltdએ ડૉમિનોઝની ફ્રેન્ચાઈઝી લીધી હતી. જે બાદ 1996માં કંપનીએ ડૉમિનોઝના પિઝાને માર્કેટમાં ઉતાર્યુ હતુ.

Domino's Pizzaનો પહેલો આઉટલેટ નવી દિલ્હીમા ખુલ્યુ હતુ. જોકે 2009માં કંપનીએ નામ બદલીને જુબિલેન્ટ ફૂડવર્ક્સ લિમિટેડ કંપની કરી લીધુ. હવે અહીં કંપની ડૉમિનોઝ પિઝા ભારતમાં બનાવે છે.

પિઝા માર્કેટનું સૌથી મોટુ નામ ડૉમિનોઝ- ઈન્ડિયા, નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં પોતાના પિઝા વેચે છે. ઈન્ડિયામાં ડૉમિનોઝના કુલ 1227 રેસ્ટોરન્ટ છે જ્યાં ઘણા ખુશ થઈને લોકો પિઝા ખાય છે.