આવતીકાલે વર્લ્ડ હાર્ટ ડે : મોડી રાત સુધી જાગવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

World Heart Day: દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ 'વર્લ્ડ હાર્ટ ડે' ઉજવવામાં આવે છે. હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગરુક કરવા માટે દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. આ ખાસ દિવસ મનાવવાની શરૂઆત સૌથી પહેલા વર્ષ 2000માં થઈ હતી. તે સમયે નક્કી કરવામાં આવ્યું હતું કે દર વર્ષે 'વર્લ્ડ હાર્ટ ડે' સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે મનાવવામાં આવશે પરંતુ વર્ષ 2014મા આ ખાસ દિવસ મનાવવા માટે 29 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી. હૃદય માણસના શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે અને તમામ લોકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે.
મોડી રાત સુધી જાગવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક
હાલના સમયમાં યુવાનોમાં પણ હાર્ટ એટેકની સમસ્યા આવવા લાગી છે. તેનું મૂળ કારણ શુદ્ધ આહાર અને સારી જીવનશૈલીને અપનાવી ન શકવાનું છે. હૃદયને સ્વસ્થ રાખવા દિનચર્યામાં જરૂરી એવા ફેરફાર કરવા જોઈએ. મોડી રાત સુધી જાગીને વધુ ગેજેટ્સનો ઉપયોગ કરવો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
સ્વસ્થ જીવન શૈલી માટે દિનચર્યામાં ફેરફાર જરૂરી
- લો કાર્બ અને ઓછો ચરબીયુક્ત ખોરાક લેવો જોઈએ.
- મીઠું, ખાંડ વાળી વસ્તુઓ ઓછી ખાવી.
- સાંજે 8: વાગ્યા પછી કંઈ ખાવું ન જોઈએ.
- વધારે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ખોરાક અનાજ, કઠોળ લેવા જોઈએ.
- દરરરોજ કસરત, પ્રાણાયમ કરવા જોઈએ.
- દરરોજ ઓછામાં ઓછી 40 મિનિટ માટે ચાલવાની અથવા સાયકલ ચલાવવાની ટેવ પાડવી જોઈએ.
- સ્વિમિંગ કરવાથી પણ કસરત થાય છે.
- આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ.
- શાકાહાર અપનાવવું જોઈએ.
- ભોજનમાં ફળ અને સલાડને સામેલ કરવું જોઈએ.




