Get The App

કારેલા ડાયાબિટીસ કંટ્રોલની પ્રાકૃતિક ઔષધિ, કારેલાનુ જ્યુસ ઘણુ ફાયદાકારક

Updated: Jan 25th, 2020

GS TEAM

Google News
Google News
કારેલા ડાયાબિટીસ કંટ્રોલની પ્રાકૃતિક ઔષધિ, કારેલાનુ જ્યુસ ઘણુ ફાયદાકારક 1 - image


અમદાવાદ,તા.24 જાન્યુઆરી 2020 શુક્રવાર

સામાન્ય રીતે બધાને ખબર હોય છે કે કારેલુ સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયી છે, પરતુ કડવુ હોવાને કારણે બબહુ ઓછા લોકોને તે પસદ આવે છે. આ સિવાય ડાયાબિટીસ કટ્રોલ માટે પણ કારેલુ એક પ્રાકૃતિક ઔષધિનુ કામ આપે છે. કારેલામા ડાયાબિટીસ કટ્રોલ કરવાવાળા ઇન્સ્યુલિન જેવા કપાઉન્ડ રહેલા હોય છે. જેને પોલિપેપ્ટાઇડ પી અથવા તો પી ઇન્સ્યુલિન તરીકે ઓળખવામા આવે છે. આ તત્વો પ્રાકૃતિક રીતે ડાયાબિટીસને કટ્રોલ કરે છે.

ખાસ કરીને કારેલાનુ જ્યુસ ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણુ જ ફાયદાકારક હોય છે. આ સિવાય  કારેલાનુ જ્યુસ શરીરમા રહેલા ઇનસ્યુલિનને સક્રિય રાખે છે. જેના કારણે સતત બલ્ડ શુગરનુ કજપ્શન થાય છે. જેથી શુગર ફેટમા કન્વર્ટ થઇને શરીરમા જમા નથી થઇ શકતી. આ રીતે કારેલાનુ જ્યુસ વધતા વજનને પણ રોકે છે.

દરરોજ કારેલાનુ જ્યુસ કેટલી માત્રામા લેવુ જોઇએ તે અગે ડોક્ટરની સલાહ લેવી જોઇએ, કેમકે દરેક વ્યક્તિની બોડી કડિશન અલગ અલગ હોય છે. કારેલાને બરાબર સાફ કરી તેમા રહેલા સફેદ ભાગને દૂર કરવો.

નાના નાના ટુકડા કરીને અરધી કલાક માટે પાણીમા પલાળી રાખવા, કડવાશ દૂર કરવા લીબુ અને નમક નાખી શકાય છે. ત્યાર બાદ મિક્સરમા જ્યુસ બનાવી શકાય છે.

Tags :