Get The App

કુંભારવાડાના યુવક પર છરી વડે હુમલો

Updated: Jun 4th, 2026

GS TEAM

Google News
Google News
કુંભારવાડાના યુવક પર છરી વડે હુમલો 1 - image

ઉછિના  આપેલા રૃપિયા પરત માંગતા

બોરતળાવ પોલીસ મથકમાં 3 શખ્સો સામે ગુનો નોંધાયો

ભાવનગર - શહેરના કુંભારવાડાના યુવક પર ત્રણ શખ્સે છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડયા અંગેની બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અજયભાઈ ધીરૃભાઈ ચૌહાણે બોરતળાવ પોલીસ મથકમાં વિશાલ મહેશભાઈ ગોહિલ, મનોજ મહેશભાઈ ગોહિલ અને વિજય મહેશભાઈ ગોહિલ (તમામ રહે.કુંભારવાડા) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના મિત્ર વિશાલને થોડાં દિવસ પહેલા રૃ.૪ હજાર હાથ ઉછિના આપ્યા હતા. જે પૈસાની તેઓ ઉઘરાણી કરતા હતા. જેથી ઉક્ત લોકોએ ગત રાત્રિના કુંભારવાડા મોતીતળાવ શેરી નં.૪ પાસે તેમના પર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી નાસી છૂટયા હતા. બનાવ અંગે બોરતળાવ પોલીસે ગુનો નોંધ્યો છે.