Surat News: સુરતના ડીંડોલી વિસ્તારના ભેસ્તાન આવાસ પાસે નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી. જેમાં સામાન્ય ઝઘડામાં ઉશ્કેરાયેલા મિત્રએ ચપ્પુના ઘા ઝીંકીને અન્ય મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો. સમગ્ર મામલે પોલીસે આરોપી મિત્ર સામે ગુનો નોંધીને આગળની કર્યવાહી હાથ ધરી છે.
સુરતના ડીંડોલીમાં મિત્રએ ચપ્પુના ઘા ઝીંકીને યુવકનો લીધો જીવ
મળતી માહિતી મુજબ, સુરતના ડીંડોલીમાં ભેસ્તાન આવાસ નજીક મિત્રો વચ્ચે થયેલા ઝઘડામાં એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેમાં સુરત સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું હતું. દીકરાના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
સમગ્ર મામલે મૃતકના પરિવારે ડીંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.


