Get The App

મોડીરાત્રે ઉંડેરામાં બાઇક સ્લિપ થતા યુવકનું મોત

યુવક ક્રિકેટ રમીને બાઇક પર ઘરે પરત જતો હતો

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
મોડીરાત્રે ઉંડેરામાં બાઇક સ્લિપ થતા યુવકનું મોત 1 - image

વડોદરા,ક્રિકેટ રમીને પરત આવતા સમયે બાઇક સ્લિપ થતા માથામાં ગંભીર ઇજા થતા ૨૩ વર્ષના યુવકનું સ્થળ પર જ મોત થયું હતું.

ગોરવા સનસાઇન એપાર્ટમેન્ટમાં રહેતો  પ્રફુલ્લભાઇ કંચનભાઇ એક ઇવેન્ટ કંપનીમાં સફાઇ કામદાર તરીકે કામ કરે છે. તેમનો દીકરો દેવરાજ ગઇકાલે રાત્રે ઇવેન્ટનું કામ  પૂરૃં કરીને રાબેતા મુજબ ક્રિકેટ રમવા માટે ઉંડેરા ગયો હતો. મોડીરાત્રે ક્રિકેટ રમીને દોઢ વાગ્યે તે બાઇક લઇને ઘરે આવતો હતો. તે દરમિયાન ઉંડેરા ગંગાનગર ખાતે તેની બાઇક સ્લિપ થઇ જતા તે ઉછળીને ડિવાઇડર સાથે અથડાતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેનું સ્થળ પર જ મોત થયું હતું. જે અંગે જવાહરનગર  પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.