Gujarat

વડતાલમાં રૂા. 3.89 લાખની ચાઈનીઝ દોરી સાથે યુવક ઝડપાયો

By GS TEAM
17 Nov 20251 min read
વડતાલમાં રૂા. 3.89 લાખની ચાઈનીઝ દોરી સાથે યુવક ઝડપાયો

- ઉમરેઠના શખ્સ પાસેથી જથ્થો લાવ્યો હતો

- દરબાર ચોકમાં શખ્સના ઘરના વરંડામાં કંતાન નીચે 1296 રીલનો જથ્થો સંતાડેલો મળ્યો

નડિયાદ : વડતાલ દરબાર ચોકમાંથી રૂા. ૩.૮૯ લાખની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ૧૨૯૬ રીલ સાથે યુવકને ખેડા એલસીબી પોલીસે ઝડપી પાડયો હતો. આ બનાવ અંગે વડતાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

સરકારે ચાઈનીઝ દોરીનું વેચાણ અને ખરીદવા ઉપર પ્રતિબંધ જાહેર કરેલો છે. છતાં સરકારના જાહેરનામાનો ભંગ કરી ચાઈનીઝ દોરીનું બેરોક-ટોક વેચાણ ચાલુ જ છે. ખેડા એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળેલી કે વડતાલ દરબાર ચોકમાં રહેતો કમલેશ ઉર્ફે કમો રમેશભાઈ પરમાર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો લાવી સંતાડી રાખેલો છે. પોલીસે રેડ પાડતા કમલેશ પરમારના વરંડામાં કંતાન નીચે સંતાડેલી ચાઈનીઝ દોરીના બોક્સ ૪૮ રીલ નંગ ૧૨૯૬ કિંમત રૂ.૩,૮૮,૮૦૦નો જથ્થો મળી આવ્યો હતો. આ સ્થળેથી મળી આવેલ યુવકની પૂછપરછ કરતા કમલેશ ઉર્ફે કમો રમેશભાઈ પરમાર (રહે. વડતાલ) હોવાનું તેમજ જથ્થો ઉમરેઠના શકીલ વહોરા પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે એલસીબી ખેડાની ફરિયાદના આધારે વડતાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.