Get The App

યુવકે દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવતા ગુનો નોંધાયો

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
યુવકે દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવતા ગુનો નોંધાયો 1 - image

- ઉમરેઠ તાલુકા પંથકનો બનાવ

- પોલીસ દ્વારા યુવકને ઝડપી પાડી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી 

આણંદ : ઉમરેઠ તાલુકા પંથકની એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેણી ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની જતા સગીરાના પરિવારજનોએ ઉમરેઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉમરેઠ પોલીસે દુષ્કર્મ ગુજારનાર યુવક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. 

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામે રહેતા સુરેશ ઠાકોર નામના યુવકે એક ૧૬ વર્ષીય સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. સુરેશ ઠાકોરે સગીરા અને મીઠી મીઠી વાતો કરી અવારનવાર તેણી ઉપર દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની હતી. જેની જાણ સગીરાના પરિવારજનોને થતા તેઓ ચોંકી ઉઠયા હતા અને સગીરાની પૂછપરછ કરતા સગીરાએ સમગ્ર હકીકત પરિવારજનોને જણાવી હતી. જેથી તેઓ ઉમરેઠ પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં સુરેશ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.