Get The App

Ipl ની મેચની શરતમાં હારી જનાર યુવક પાસે રૂપિયાની ઉઘરાણી કરી હુમલો

Updated: Jun 13th, 2026

GS TEAM

Google News
Google News
Ipl ની મેચની શરતમાં હારી જનાર યુવક પાસે રૂપિયાની ઉઘરાણી કરી હુમલો 1 - image

Vadodara Crime : અક્ષર ચોક સન ફાર્મા રોડ પર હરીદર્શન બંગલોઝમાં રહેતા આશુતોષ દક્ષેશકુમાર શાહ અંકોડિયા કેનાલ રોડ પર આવેલી સાઇટ પર એજન્ટ તરીકે કામ કરે છે. આટલાદરા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે એક મહિના પહેલા મારા ઓળખીતા સલીમ અહેમદ દિવાન (રહે-અમિન પાર્ક સોસાયટી, તાંદલજા) એ તેના મિત્રો શહેજાદ પીપૂડી  તથા રમજાન સાથે મારી ઓળખાણ કરાવી હતી અને સહજાદ તથા રમજાન સાથે આઈપીએલની મેચ પર  શરત રાખી હતી.  જેમાં હું 20000 રૂપિયા હારી ગયો હતો તે પૈકી 13000 મેં આપી દીધા હતા. જ્યારે 7000 બાકી હતા સલીમ દિવાન મારી પાસે બાકી નીકળતા 7000 અવારનવાર માગતો હતો. ગઈકાલે સાંજે 5:45 વાગે હું મારા ઘર નજીક બાંકડા પર બેઠો હતો તે વખતે સલીમે મને ચાની દુકાને બોલાવતા હું ગયો હતો ત્યાં સલીમ તથા તેના મિત્ર મને ગાળો બોલી માર માર્યો હતો.  

આરોપીએ ઈંટ વડે મારા માથામાં માર મારતા હું લોહીલુહાણ થઈ ગયો હતો દરમિયાન આજુબાજુથી લોકોએ આવી મને છોડાવ્યો હતો. સલીમ સાથેના આવેલા બીજા આરોપીનું નામ નવસાદ હોવાનું મને જાણવા મળ્યું હતું.