Get The App

કાલાવડ-જુનાગઢ ધોરી માર્ગ પર માલવાહક વાહન પલટી મારી જતાં સર્જાયેલા અકસ્માતમાં જૂનાગઢના યુવાનનું કરુણ મૃત્યુ

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
કાલાવડ-જુનાગઢ ધોરી માર્ગ પર માલવાહક વાહન પલટી મારી જતાં સર્જાયેલા અકસ્માતમાં જૂનાગઢના યુવાનનું કરુણ મૃત્યુ 1 - image

Jamnagar Accident : જામનગર જિલ્લામાં કાલાવડથી જુનાગઢ તરફ જતાં માર્ગ પર ટોડા ગામ નજીક ગઈકાલે એક દુર્ઘટના સર્જાઈ હતી. મારૂતી સુઝુકી કંપનીની સુપર કેરી ગાડી નંબર જીજે-11-વીવી-6670 રોડ પરથી નીચે ઉતરી પલટી ખાઈ જતાં અકસ્માત થયો હતો.

આ અકસ્માત સમયે ગાડી ચલાવતા અસલમભાઈ અબ્દુલભાઈ સોલંકી સામેથી વાહન આવતા ગાડી સાઈડમાં લેતા નિયંત્રણ ગુમાવી બેઠા હતા, જેના કારણે ગાડી રોડ પરથી નીચે ઉતરી પલટી ખાઈ ગઈ હતી.

આ બનાવમાં ડ્રાઈવર બાજુની સીટમાં બેઠેલા સોહીલભાઈ જાહીદભાઈ ગોરી (ઉંમર 23, રહે. રાણપુર, તા. ભેસાણ, જી. જુનાગઢ)ને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે કાલાવડ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

ઘટના અંગે મૃતકના પિતા જાહીદભાઈ ભીખુભાઈ ગોરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સુપર કેરી ગાડીના ચાલક અસલમભાઈ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.