Gujarat

મંગેતરની ગુટકા ખાવાની લતની માથાકૂટ બાદ શ્રમિક યુવાનનો ગળાફાંસા દ્વારા આપઘાત

By GS TEAM
17 Mar 20261 min read
TukuTouch Logo
મંગેતર ગુટકા ખાતી હોવાથી તેણીને ગુટકા ખાવાની ના પાડતાં બંને વચ્ચે ઝગડો થયા બાદ શ્રમિક યુવાને ગળાફાંસો ખાઈ લીધો

Summarized by AI; it may make mistakes. Check important info

મંગેતરની ગુટકા ખાવાની લતની માથાકૂટ બાદ શ્રમિક યુવાનનો ગળાફાંસા દ્વારા આપઘાત

Jamnagar : મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરાના વતની અને હાલ કાલાવડ તાલુકાના રણુજા ગામમાં જયેશભાઈ રવજીભાઈ દોંગાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા અલ્પેશ રમેશભાઈ નાયક નામના 19 વર્ષના શ્રમિક યુવાને પોતાની વાડીમાં બાવળના ઝાડમાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

 આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ વિજયભાઈ રમેશભાઈ નાયકએ પોલીસને જાણ કરતાં કાલાવડના પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

 પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક યુવાનને તેની મંગેતર ભાવનાબેન સાથે બોલાચાલી થઈ હતી. મંગેતર સિલ્વર ગુટખા ખાવાની ટેવ ધરાવતી હોવાથી તેની ના પાડતાં બંને વચ્ચે ઝઘડો થયા બાદ અલ્પેશને મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.