બંનેને અમને સોંપી દો' કહી મારવા દોડતાં મામલો તંગ
જાહેરમાં ફાંસીની સજાની માગણી સાથે હલ્લાબોલ કરાતાં પોલીસે રિકન્સ્ટ્રક્શન અટકાવવું પડયું
ગત બુધવાર રાત્રે ૩ કલાકે ઘરમાં સુતેલા નિલેશભાઈ જેન્તીભાઇ શેખ ઉપર છરી, પાઇપ, ધોકા વડે વિશાલ બાવળીયા અને વસીમ નામનાં શખ્સોએ જીવલેણ હુમલો કરતા તેનુ મોત નિપજ્યુ હતું. બનાવના પગલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ જી.એસ.ગઢવીએ બન્ને હત્યારાઓને ઝડપી લીધા હતા.
દરમિયાન પોલીસ દ્વારા બન્ને આરોપીઓને ભગવતપરા બનાવના સ્થળે રિકંન્સ્ટ્ર્રકશન માટે લઇ જવાયા હતા. આ સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. મહિલાઓએ હલ્લાબોલ મચાવી હત્યારાઓને ફાંસીની સજા આપવા અને જાહેરમાં પાઠ ભણાવવા પોકાર કર્યા હતાં. ભોગ બનનાર નિલેશભાઈનાં પરિવારની આક્રોશિત મહિલાઓ બન્ને આરોપીઓને માર મારવા ધસી જતા પોલીસે મહામહેનતે તેમને અટકાવ્યા હતા. 'હત્યારાઓનેે અમને સોંપી દ્યોે'ની બુમો પાડી મહીલાઓ બેકાબુ બનતા પોલીસને આરોપીઓ ઉપર જોખમ લાગતા તુરંત બન્ને આરોપીઓને લઈને રવાના થઇ ગઇ હતી.


