Get The App

વટવામાં ઘરમાં જ દાટેલી યુવતીનું હાડપિંજર મળ્યું, DNA રિપોર્ટ ખોલશે હત્યાના રાઝ, આરોપી ‘પરિચિત’ હોવાની આશંકા

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
વટવામાં ઘરમાં જ દાટેલી યુવતીનું હાડપિંજર મળ્યું, DNA રિપોર્ટ ખોલશે હત્યાના રાઝ, આરોપી ‘પરિચિત’ હોવાની આશંકા 1 - image


Farzana alias Shabnam Murder Case: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે વટવાના કુતુબ નગર વિસ્તારમાં જેસીબીથી ખોદકામ કરીને આશરે 35 વર્ષ (વર્ષ 1992) જૂના એક હત્યા કેસનો ભેદ ઉકેલ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, આડા સંબંધોના વહેમમાં ફરઝાના ઉર્ફે શબનમ નામની યુવતીની હત્યા કરી તેની લાશને આરોપીના ઘરમાં જ આવેલા એક કૂવામાં દાટી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 


પોલીસ હવે DNA રિપોર્ટની રાહ જોઈ રહી છે

મળથી માહિતી અનુસાર, વર્ષો પછી પરિવારમાં ડરાવના ભાસ અને તાંત્રિક વિધિઓ થતી હોવાની બાતમી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને જમીનમાંથી મૃતદેહના હાડપિંજર સહિતના અવશેષો બહાર કાઢ્યા છે. હાલ આ તમામ સેમ્પલ સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં પોસ્ટમોર્ટમ અને FSL તપાસ માટે જમા કરાવવામાં આવ્યા છે. પોલીસ હવે DNA રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેના આધારે શહેરમાં જ રહેતા હોવાની શંકા ધરાવતા મુખ્ય આરોપીઓ અને પરિવારજનોની પૂછપરછ હાથ ધરીને આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો: 35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખૂલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન, 'શબનમ'નું હાડપિંજર શોધવા ખોદકામ

હત્યારો પતિ અથવા તેનો પ્રેમી હોઈ શકે છે!

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યાનુસાર, રાતે મૃતદેહના હાડપિંજરના મળેલા ભાગ સહિત બધું રેડી કરીને સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગમાં જમા કરાવ્યું છે અને અત્યારે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલુ છે. આજે (30મી એપ્રિલ) બપોરે 12:30 વાગ્યા સુધીમાં અમને બધા સેમ્પલ મળી જશે, જેને અમે FSLમાં લઈ જઈશું અને ત્યારબાદ DNA મેચિંગ તથા રિપોર્ટ માટેની કાર્યવાહી કરીશું. આ કેસમાં મુખ્ય આરોપી કોણ છે તે અત્યારે ચોક્કસ કહી શકાય તેમ નથી, પરંતુ તે પતિ અથવા તેનો પ્રેમી હોઈ શકે છે. 

પોલીસના જણાવ્યાનુસાર, આરોપી હજુ જીવિત છે અને હાલ અમદાવાદમાં જ છે. અત્યારે DNA રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ અને DNA રિપોર્ટ આવ્યા પછી જ પરિવારની વધુ પૂછપરછ અને આગળની તમામ તપાસ શરૂ કરાશે.