Get The App

8.44 લાખના ચેક રિટર્ન કેસમાં મહિલાને એક વર્ષ સાદીની સજા

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
8.44 લાખના ચેક રિટર્ન કેસમાં મહિલાને એક વર્ષ સાદીની સજા 1 - image

- કર્મા કન્સ્ટ્રક્શનના પ્રોપરાઈટરે લાકડાની ખરીદી કરી ચેક આપ્યા હતા

- શ્રીનાથજી રેસીડેન્સીના મહિલાને ચેકની બમણી રકમ દંડ પેટે જમા કરાવવા કોર્ટનો હુકમ

ભાવનગર : શહેરની શ્રીનાથજી રેસીડેન્સીમાં રહેતા એક મહિલાને લાખો રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં કોર્ટે એક વર્ષની સજા અને ચેકની બમણી રકમનો દંડ ફટકાર્યો છે.

શહેરના વિજયરાજનગર, પ્લોટ નં.૫૬૦, આરટીઓ રોડ ખાતે રહેતા મેહુલ વુડન સ્ક્રેપના પ્રોપરાઈટર નવીનભાઈ મનસુખભાઈ લોલિયાણા પાસેથી કર્મા કન્સ્ટ્રક્શન કંપનીના પ્રોપરાઈટર સેજલબા જીલુભા ગોહિલ (રહે, પ્લોટ નં.૯૮, માતૃછાયા, શ્રીનાથજી રેસીડેન્સી, ટોપ-૩ સિનેમા પાછળ, અધેવાડા)એ ત્રણેક વર્ષ પૂર્વે લાકડાની ખરીદી કરી તેના બિલની રકમ પેટે મહિલાએ રૂા.૩,૯૯,૨૫૧ અને રૂા.૪,૪૫,૭૪૩ની રકમના ચેક આપ્યા હતા. આ બન્ને ચેક બાઉન્સ થતાં નવીનભાઈએ તેમના વકીલ મારફત મહિલા સેજલબા ગોહિલ સામે એન.આઈ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસ ભાવનગરના બીજા એડી. ચીફ જ્યુડી. મેજિ. (સ્પે. નેગો. કોર્ટ) જે.પી. પ્રજાપતિની કોર્ટમાં ચાલી જતાં રજૂ થયેલા આધાર-પુરાવા, દલીલો વગેરેને ગ્રાહ્ય રાખી આરોપી મહિલા સેજલબા ગોહિલને તકસીરવાન ઠેરવી એક વર્ષ સાદી કેદની સજા, ચેકની બમણી રકમ રૂા.૧૬,૮૯,૯૮૮ની રકમ દંડ પેટે જમા કરાવવા અને તે રકમમાંથી ચેક પરત થયાની તારીખથી આજદિન સુધી ૯ ટકાના વ્યાજ સહિત ફરિયાદીને વળતર તરીકે ચૂકવવા તેમજ જો દંડની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસ સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.