જામનગરમાં સુભાષ શાક માર્કેટ નજીક રહેતી મહિલા સાથે મકાનના વેચાણના બહાને રૂપિયા 12.26 લાખની છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Fraud Case : જામનગરમાં સુભાષ માર્કેટ નજીક ચારણ ફળી વિસ્તારમાં રહેતી ગીતાબેન કિરીટભાઈ ચૌહાણ નામની પચાસ વર્ષની મહિલાએ પોતાની સાથે રૂપિયા 12 લાખ 26 હજારની છેતરપિંડી કરવા અંગે સિક્કા પંચવટી સોસાયટીમાં રહેતા કાસમ દાઉદભાઈ કકલ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી મહિલાને આરોપી પાસે એક મકાન ખરીદ કરવું હતું, જે મકાન માટે આરોપીને કટકે કટકે 12.26 લાખ જેટલી રકમ આપી દીધી હતી તેમ છતાં મકાન માલિકે તે રકમ પચાવી પાડી હતી અને મકાનના દસ્તાવેજ અથવા મકાનનો કબજો આપ્યો ન હતો, અને વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરી હતી. જેથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સોંપી દેવાયો છે, અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.








