Get The App

હેબતપુર નજીક અજાણ્યા વાહન પાછળ બોલેરો પિકઅપ ગાડી ઘૂસી જતા મહિલાનું મોત

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
હેબતપુર નજીક અજાણ્યા વાહન પાછળ બોલેરો પિકઅપ ગાડી ઘૂસી જતા મહિલાનું મોત 1 - image

- ગાડી ચાલક વિરુદ્ધ ધોલેરા પોલીસમાં ફરિયાદ

- ગાડીની કેબિનમાં બેસેલ 4 વર્ષની બાળકીને ગંભીર ઇજા પહોંચી

ભાવનગર : હેબતપુર ગામ નજીક અજાણ્યા વાહનની પાછળ બોલેરો પિક અપ ગાડી ઘૂસી જતા મહિલાનું મોત નીપજ્યું હતું.જ્યારે ચાર વર્ષની બાળકીને ગંભીર ઇજા પહોંચી હતી.

ગારીયાધાર તાલુકાના મોટા ચારોડિયા ગામે રહેતા સંજયભાઈ દિપસંગભાઈ ચૌહાણ અને પત્ની રેખાબા ( ઉ.વ ૨૯ ) ,હેસવીબા (ઉ.વ ૦૪) પોતાનું બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે ૧૪ એક્સ ૬૧૫૩ લઈને જતા હતા તે દરમિયાન હેબતપુર ગામ નજીક આગળ જતા અજાણ્યા વાહનની પાછળના ભાગે અથડાવી દેતા કેબિનમાં બેસેલા રેખાબાનું સ્થળ પર મોત નીપજ્યું હતું.જ્યારે હેસવીબા ગંભીર ઇજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે પ્રભાતસિંહ મનુભા ચાવડા એ બોલેરો પિક અપ ગાડી ચાલક વિરૂધ્ધ ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.