Get The App

ધ્રાંગધ્રા શહેરમાં રૃ.1.23 લાખના સુકા ગાંજા સાથે મહિલા ઝડપાઇ

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રા શહેરમાં રૃ.1.23 લાખના સુકા ગાંજા સાથે મહિલા ઝડપાઇ 1 - image

પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર એસઓજી પોલીસે મહિલા પાસેથી ૨.૪૬ કિલો ગાંજો જપ્ત કર્યો

ધ્રાંગધ્રા - ધ્રાંગધ્રા શહેરમાં રૃ.૧.૨૩ લાખના સુકા ગાંજા સાથે મહિલા ઝડપાઇ છે. સુરેન્દ્રનગર એસઓજી પોલીસે મહિલા પાસેથી ૨.૪૬ કિલો ગાંજો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ધ્રાંગધા શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન બાતમીના આધારે ધ્રાંગધ્રા શહેરના માન મેલાત વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી સુકા ગાંજાના જથ્થા સાથે મહિલા નાઝમીનબેન કુરેશીને સુકા ગાંજાનો જથ્થો ૨.૪૬ કિલો કિંમત રૃ.૧.૨૩ લાખના મુદામાલ સાથે ઝડપી પાડી હતી અને જેની વધુ પૂછપરછ કરતા પોતે સુકા ગાંજાનું વેચાણ કરતી હોવાની કબુલાત કરતી હતી. આથી ઝડપાયેલ મહિલા વિરુદ્ધ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે નાર્કોટિકસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે ઝડપાયેલ મહિલા સુકા ગાંજાનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવતી હતી ? અન્ય કેટલા શખ્સો આમાં સંડોવાયેલ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.