Gujarat

30 આઇફોન સાથે દુબઈથી અમદાવાદ આવેલી મહિલા ઝડપાઈ, એરપોર્ટ પર જ ધરપકડ

By GS TEAM
29 Nov 20251 min read
TukuTouch Logo
અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલી મહિલા મુસાફર પાસેથી 30 આઈપોન ઝડપાયા છે. કસ્ટમ્સના અધિકારીને મહિલા શંકાસ્પદ જણાતાં તેને સામાનની ચકાસણી કરી હતી. જેમાંથી મોટી માત્રામાં મોબાઈલ ફોન મળી આવ્યા હતા. સમગ્ર મામલે કસ્ટમ્સના અધિકારીએ મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

30 આઇફોન સાથે દુબઈથી અમદાવાદ આવેલી મહિલા ઝડપાઈ, એરપોર્ટ પર જ ધરપકડ

Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલી મહિલા મુસાફર પાસેથી 30 આઈપોન ઝડપાયા છે. કસ્ટમ્સના અધિકારીને મહિલા શંકાસ્પદ જણાતાં તેને સામાનની ચકાસણી કરી હતી. જેમાંથી મોટી માત્રામાં મોબાઈલ ફોન મળી આવ્યા હતા. સમગ્ર મામલે કસ્ટમ્સના અધિકારીએ મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

30 આઇફોન સાથે દુબઈથી અમદાવાદ આવેલી મહિલા ઝડપાઈ

મળતી માહિતી મુજબ, દુબઈથી અમદાવાદ આવેલી એક મહિલા મુસાફર પાસેથી 20 iPhone 17 Pro Max અને 10 iPhone 17 Pro મોબાઈલ ફોન એર ઈન્ટેલિજન્સ યુનિટે(AIU) ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા તમામ આઇફોનની કુલ કિંમત 43 લાખ રૂપિયા જેટલી થાય છે. અમદાવાદ એરપોર્ટ પર મહિલા શંકાસ્પદ જણાતા તેના સામાનની તપાસ કરતાં સમગ્ર મામલ બહાર આવ્યો હતો.

આ પણ વાંચો: ભાવનગર જિલ્લા NSUI પ્રમુખ આર્શમાનખાનની ધરપકડ, IPO ઇન્વેસ્ટમેન્ટના નામે કર્યું લાખોનું ફ્રોડ

મહિલાએ ભારતમાં ગેરકાયદે રીતે મોબાઈલ ફોનની દાણચોરી કરવાને લઈને કસ્ટમ્સ વિભાગે આરોપીની ધરપકડ કરી લીધી છે અને સંબંધિત કેસમાં મહિલા વિરૂદ્ધમાં કસ્ટમ્સ એક્ટ હેઠળની આગળની કાર્યવાહી હાથ ધરી છે.