Get The App

૮૦લાખની વસ્તી ધરાવતા અમદાવાદમાં મેલેરિયા-ડેન્ગ્યૂના માત્ર છ જ કેસ બોલો

કમિશનરની વારંવાર ટકોર છતાં રોગચાળાના સાચા આંકડા છુપાવતા આરોગ્ય અધિકારી

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
૮૦લાખની વસ્તી ધરાવતા  અમદાવાદમાં મેલેરિયા-ડેન્ગ્યૂના માત્ર છ જ કેસ બોલો 1 - image

     

  અમદાવાદ,મંગળવાર,17 ફેબ્રુ,2026

અમદાવાદની ૮૦ લાખથી વધુ વસ્તી છે.આમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ચોપડે મેલેરિયા અને ડેન્ગ્યૂના મળી ૧૫ દિવસમાં માત્ર છ કેસ બતાવાઈ રહયા છે. મ્યુનિસિપલ કમિશનરની વારંવાર ટકોર છતાં પણ શહેરના રોગચાલાના સાચા આંકડા આરોગ્ય અધિકારી દ્વારા છુપાવાઈ રહયા છે.

ફેબુ્આરી મહિનામાં ઝાડા ઉલટીના ૧૪૧, ટાઈફોઈડના ૬૫ અને કમળાના ૨૬ કેસ નોંધાયા હોવાનુ  કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડીકલ  ઓફિસર કહે છે.૧૫ દિવસમાં પાણીના ૧૧ સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે. બે સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે. કોર્પોરેશને જાહેર કરેલા  ૨૬ હોટ સ્પોટમાંથી હાલમાં પણ  વિવિધ રોગના દર્દી નોંધાઈ રહયા છે. આમ છતાં આરોગ્ય અધિકારી હેલ્થ વિભાગની કામગીરી સારી બતાવવા સાચા આંકડા છુપાવતા હોવાની મ્યુનિ.વર્તુળોમાં ચર્ચા સાંભળવા મળી રહી છે.