વડોદરા,શહેરમાં સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ૩૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો અને વરસાદના છાંટા પણ કેટલાક સ્થળે પડયા હતા.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના પશ્ચિમી વિસ્તારોમાં વંટોળ સાથે માવઠું થયું હતું. જેના કારણે આજે વડોદરામાં પણ સવારથી ગરમીમાં થોડી રાહજ જણાતી હતી. સાંજ પછી આકાશમાં વાદળો છવાઇ ગયા હતા અને સાંજ ે સાત વાગ્યે વંટોળ શરૃ થયું હતું. વડોદરામાં કેટલાક સ્થળે વરસાદના છાંટા પણ પડયા હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે વાતાવરણમાં ભીની માટીની સુંગધ ફેલાઇ હતી. ઠંડા પવનના કારણે ગરમીમાં ઘટાડો નોંધાયો હતો.


