Gujarat

યુવતીના શંકાશીલ પતિએ માર મારીને છુટાછેડાની ધમકી આપ્યાની ફરિયાદ

By GS Team
24 Mar 20222 mins read
This article was originally published on 24 Mar 2022
યુવતીના શંકાશીલ પતિએ માર મારીને છુટાછેડાની ધમકી આપ્યાની ફરિયાદ

અમદાવાદ,

વસ્ત્રાલ સોહમ સાનિધ્ય ખાતે રહેતી  ૩૨ વર્ષીય યુવતીએ બેંગ્લોરમાં રહેતા તેના પતિસાસુ, સસરા અને નણદ વિરૃધ્ધ દહેજ પ્રતિરોધક ધારા હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે  આક્ષેપ કર્યો છે કે તેના શંકાશીલ પતિએ તેના પર અનેક પ્રતિબંધો લગાવ્યા હતા અને નોકરી સમયે એકઠો થયેલો પગાર અને તેણે ખરીદેલી મિલકત પોતાના નામે કરી દેવા માટે દબાણ કરવામાં આવતુ હતું.   આ   અંગે રામોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.વસ્ત્રાલ અદાણી સર્કલ પાસે આવેલા સોહમ સાનિધ્ય એપાર્ટમેન્ટમાં પોતાના માતા પિતા સાાૃથે રહેતી  ૩૨ વર્ષીય આરતી  મેસવાણિયાના આઇ ટી કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે.   ગત આક્ટોબર ૨૦૧૯માં  સીટી પ્રોફાઇલ નામની મેટ્રોમોનિયલ સાઇટના માધ્યમાૃથી તે ઉંમગ ગજ્જર  (રહે. સપ્તગીરી એપાર્ટમેન્ટ, બેંગ્લોર) સાાૃથે સંપર્કમા ંઆવી હતી અને તેમણે લગ્ન  કરવાનું નક્કી કર્યું હતું. જો કે કોરોના સંક્રમણને કારણે ૨૯ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ સાદાઇાથી લગ્ન કર્યા હતા. ઉંમગનું મકાન મણિનગર હોવાને કારણે લગ્ન બાદ એક સપ્તાહ સુધી અમદાવાદ રહ્યા હતા. બાદમાં આરતી સાસુ સરલાબેન , સસરા યશંવતભાઇ અને પતિ સાથે બેંગ્લોર રહેવા માટે ગઇ હતી. પરતુ, બેંગ્લોર ગયા બાદ પતિનું વર્તન બદલાઇ ગયુ હતુ. જેમાં તે શંકા રાખીને આરતીને ગેલેરી, ફ્લેટની છત પર એકલી ન જવા દેવા માટેના નિયંત્રણો લાદવા માંડયો હતો.  થોડા દિવસ બાદ આરતી પાસે પગારની માંગણી કરવાની તેમજ આરતીએ બચતમાથી ખદીરેલું મકાન પોતાના નામે કરી દેવા માટે દબાણ કરતો હતો.  જેમાં તેના સાસુ સસરા સાથ આપતા હતા.  એટલુ  જ નહી છુટાછેડાની ધમકી આપતા હતા.  જો કે વર્ષ જાન્યુઆરી ૨૦૨૧માં આરતીને કમળો થતા તેની યોગ્ય સારવાર ન કરાવીને તેને અમદાવાદ મોકલી આપી હતી. ત્યારબાદ તે પિયરમાં જ રહેતી હતી. જો કે આ દરમિયાન તેના પતિ દ્વારા છુટેછેડાની ધમકી આપવામાં આવતા આ અંગે આરતીએ  રામોલ પોલીસ માૃથકે ફરિયાદ નોંધાવી હતી.