Get The App

દિવ્યાંગ ખેલાડીઓ માટે વ્હીલચેર ક્રિકેટ લીગનું આયોજન

રમતગમત દ્વારા આત્મવિશ્વાસ અને સમાનતાનો સંદેશ, ચાર ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
દિવ્યાંગ ખેલાડીઓ માટે વ્હીલચેર ક્રિકેટ લીગનું આયોજન 1 - image

સોસાયટી ફોર ધી ફિઝિકલ હેન્ડીકેપ્ટ, વડોદરા દ્વારા ખાનગી કંપનીના સહયોગથી એક દિવસીય વ્હીલચેર ક્રિકેટ લીગ મેચનું આયોજન કરાયું હતું, જેમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

નિઝામપુરાના મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ ટૂર્નામેન્ટમાં કચ્છ, ભાવનગર તેમજ વડોદરા-એ અને વડોદરા-બી એમ ચાર ટીમોએ ભાગ લીધો હતો. તમામ મેચો ૧૦-૧૦ ઓવરની ફોર્મેટમાં રમાઈ હતી, જેમાં ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. Leતુ.

આ આયોજનનો મુખ્ય હેતુ હેતુ દિવ્યાંગોને પ્રોત્સાહન આપવાનો અને સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડવાનો હતો. કંપનીના સીઈઓ, પૂર્વ મહિલા કાઉન્સિલર તેમજ આયોજક મંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

સમાપન સમારોહ દરમિયાન વિજેતા ટીમ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફી અને પુરસ્કારો આપી સન્માનિત કરાયા હતા.