Get The App

અમદાવાદ-મુંબઈ અને સુરત માટે સમર સ્પેશિયલ ટ્રેનો જાહેર, જાણો કઈ તારીખે કયા રૂટ પર દોડશે ટ્રેન

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ-મુંબઈ અને સુરત માટે સમર સ્પેશિયલ ટ્રેનો જાહેર, જાણો કઈ તારીખે કયા રૂટ પર દોડશે ટ્રેન 1 - image

Summer Special Train List: ઉનાળાના વેકેશન દરમિયાન મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે વેસ્ટર્ન રેલવેએ વોર ફૂટિંગ પર કામગીરી શરૂ કરી છે. દક્ષિણ ગુજરાતના મુસાફરો અને પરપ્રાંતિય શ્રમિકોની સુવિધા માટે ઉધનાથી બિહાર અને બંગાળ તરફ જવા માટે વધારાની 4 ટ્રેન ઓન ડિમાન્ડ (TOD) સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત મુંબઈ-અમદાવાદ વચ્ચે પણ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરાઈ છે.

ઉનાળું વેકેશન દરમિયાન મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા
ઉનાળાના વેકેશનમાં મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે તંત્રએ સુરતના ઉધના અને મુંબઈથી વિવિધ રૂટ પર 5 નવી ટ્રેન ઓન ડિમાન્ડ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. સામાન્ય નાગરિકોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

પરપ્રાંતિય શ્રમિકોને અગવડ ન પડે તે માટે વ્યવસ્થા

દક્ષિણ ગુજરાતના મુસાફરો અને પરપ્રાંતિય શ્રમિકો માટે ઉધનાથી સાંત્રાગાછી વચ્ચે ટ્રેન નંબર 09053/09054 અમૃત ભારત રેક સાથે 20 અને 25 એપ્રિલના રોજ દોડશે. આ ટ્રેન નંદુરબાર, ભૂસાવલ અને નાગપુર થઈને જશે. આ ઉપરાંત, બિહાર જતાં મુસાફરો માટે ઉધના-જયનગર (09061) અને ઉધના-મધુબની (09067) અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો 19 એપ્રિલે રવાના થશે, જેમાં તમામ કોચ જનરલ રાખવામાં આવ્યા છે.

મુંબઈ માટે પણ સ્પેશિયલ ટ્રેન

મુંબઈ સેન્ટ્રલથી ઇન્દોર વચ્ચે પણ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09085) 20 એપ્રિલથી 29 મે દરમિયાન દર સોમવાર અને શુક્રવારે દોડશે. તેમજ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન (09087) 22 એપ્રિલથી 28 મે સુધી દર બુધવારે મુંબઈથી અને ગુરુવારે અમદાવાદથી દોડશે. આ તમામ ટ્રેનો વડોદરા, સુરત અને વાપી જેવા મુખ્ય સ્ટેશનો પર ઊભી રહેશે. રેલવે દ્વારા મુસાફરોને અગાઉથી રિઝર્વેશન કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: યુરેનિયમ આપવાનો સવાલ જ નથી: સીઝફાયર વચ્ચે ઈરાનનો અમેરિકાને ફરી જડબાતોડ જવાબ

1. ઉધના-સાંત્રાગાછી સ્પેશિયલ (અમૃત ભારત રેક)

ટ્રેન નંબર: 09053 / 09054

તારીખ: ઉધનાથી 20 અને 25 એપ્રિલ | પરતમાં 22 અને 27 એપ્રિલ.

રૂટ: નંદુરબાર, ભૂસાવલ, નાગપુર, રાયપુર, બિલાસપુર અને ખડગપુર.

ખાસિયત: આ ટ્રેન 22 કોચના અત્યાધુનિક અમૃત ભારત રેક સાથે દોડશે.

2. ઉધના-જયનગર અને ઉધના-મધુબની (અનરિઝર્વ્ડ સ્પેશિયલ)

બિહાર તરફ જતાં મુસાફરો માટે બે ખાસ ટ્રેનો જાહેર કરવામાં આવી છે:

ઉધના-જયનગર (09061/62): 19 એપ્રિલે ઉધનાથી ઉપડશે અને 20 એપ્રિલે પરત ફરશે.

ઉધના-મધુબની (09067/68): 19 એપ્રિલે ઉધનાથી રવાના થશે અને 20 એપ્રિલે પરત આવશે.

નોંધ: આ બંને ટ્રેનો સંપૂર્ણપણે જનરલ કોચ ધરાવતી હશે, જેથી વધુમાં વધુ મુસાફરો ટિકિટ લઈને મુસાફરી કરી શકશે.

3. મુંબઈ સેન્ટ્રલ-ઇન્દોર સુપરફાસ્ટ (બાય-વીકલી)

ટ્રેન નંબર: 09085 / 09086

સમયગાળો: 20 એપ્રિલથી 29 મે (દર સોમવાર અને શુક્રવારે).

સ્ટોપેજ: બોરીવલી, વાપી, સુરત, વડોદરા, દાહોદ, રતલામ અને ઉજ્જૈન.

4. મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ (સાપ્તાહિક)

ટ્રેન નંબર: 09087 / 09088

સમયગાળો: 22 એપ્રિલથી 28 મે (મુંબઈથી બુધવારે અને અમદાવાદથી ગુરુવારે).

સ્ટોપેજ: બોરીવલી, વાપી, સુરત, વડોદરા અને ગેરતપુર.