World

ચીનમાં એવરગ્રાન્ડેના સ્થાપકને આજીવન કેદની સજા ફટકારાઈ

By GS Team
22 Aug 20261 min read
TukuTouch Logo
ચીનની સૌથી મોટી રિયલ્ટી કંપની એવરગ્રાન્ડે ગ્રુપના વડા ઝુ ઝિયાયિનને ચીનની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તેમને 8.82 અબજ યુઆનનો દંડ અને તમામ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ કરાયો છે. ઝુ પર ઉચાપત, લાંચ અને ફંડરેઇઝિંગ ફ્રોડ સહિત અનેક ગુનાઓનો આરોપ હતો. આ ચુકાદાથી ચીનના રિયલ્ટી માર્કેટમાં મોટી અસર પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીનમાં એવરગ્રાન્ડેના સ્થાપકને આજીવન કેદની સજા ફટકારાઈ

બૈજિંગ : ચીનની નાદારી નોંધાવનારી દેશની સૌથી મોટી રિયલ્ટી કંપની એવરગ્રાન્ડે ગુ્રપના વડા ઝુ ઝિયાયિનને ચીનની કોર્ટે અનેકવિધ ગુનાના આરોપમાં આજીવના કેદની સજા ફટકારી છે અને તેની બધી જ વ્યક્તિગત સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. એવરગ્રાન્ડે ગુ્રપે નાદારી નોંધાવતા ચીનમાં અમેરિકા જેવી સબપ્રાઇમ એટલે કે મોર્ગેજ કટોકટી આવી હતી અને રિયલ્ટી માર્કેટમાં કડાકો બોલ્યો હતો.
શેન્ઝેન ઇન્ટરમીડિયેટ પીપલ્સ કોર્ટે ઝુ ઝિયાયિયને ૮.૮૨ અબજ યુઆનનો દંડ ફટકાર્યો હતો અને એવરગ્રાન્ડ ગુ્રપના ઓનશોર ઓપેરટિંગ યુનિટ હેંગડા રિયલ એસ્ટેટને સાત અબજ યુઆન એટલે કે એક અબજ ડોલદનો દંડ ફટકાર્યો હતો. હુઈ કા યાન તરીકે જાણીતા ૬૭ વર્ષના શુને હવે બધા રાજકીય અધિકારોથી વંચિત કરી દેવાયા છે. તે કોર્પોરેટ એસેટ્સમાં ઉચાપત અને લાંચના કેસમાં પણ દોષિત ઠર્યા હતા.
કોર્ટે ઝુને જાહેર થાપણોની ઉચાપ, ફંડરેઇઝિંગ ફ્રોડ, ગેરકાયદેસર રીતે લોન જારી કરવા, ખોટી રીતે જામીનગીરીઓ જારી કરવી, મહત્ત્વની માહિતીને ગેરકાયદેસર ડિસ્ક્લોઝર, કોર્પોરેટ લાંચ સહિતના અનેક કેસમાં દોષિત ઠેરવ્યા હતા. હુઈ ઉપરાંત તેમના બે પુત્ર સહિત કંપનીના ૫૬ કર્મચારીઓન ૨૨ મહિનાથી લઈને ૧૮ વર્ષ સુધીની સજા ફટકારી છે, દંડ કર્યો છે અને કેટલાયની સંપત્તિ જપ્ત કરી લેવામાઁ આવી છે. આ કેસમાં સંડોવાયેલી જંગી રકમ, અસાધારણ સંજોગો અને અકલ્પની આર્થિક નુકસાનની સાથે સમાજને પડેલા ભારે ફટકાને ધ્યાનમાં રાખીને તેમને આ સજા કરવામાં આવી હોવાનું કોર્ટે જણાવ્યું હતું.