ઉનાળાની આકરી ગરમીમાં વીજ અને પાણી કાપથી લોકોની પરેશાની વધશે
આજે ચિત્રા ફિલ્ટર હેઠળના ર૦થી વધુ વિસ્તારોમાં ર થી ૬ કલાક પાણી મોડું આવશે
ભાવનગર - ભાવનગર શહેરમાં આવતીકાલે તા. ૧૬ મેને શનિવારે તથા આગામી તા. ૧૭ મેને રવિવારે જેટકો દ્વારા મરામતની કામગીરી કરવાની હોવાથી આ બંને દિવસ દરમિયાન સવારે ૬.૦૦ થી બપોરના ૧.૦૦ વાગ્યા સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં વીજકાપ જાહેર કરવામાં આવેલ છે, જેના કારણે શહેરના ઘણાં વિસ્તારમાં પાણી કાપ રહેશે અને ઘણાં વિસ્તારમાં પાણી મોડું આવશે.
શહેરના ચિત્રા ફિલ્ટર આધારિત પમ્પીંગ બંધ રહેવાનું હોવાથી આવતીકાલે શનીવારે ઘણાં વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે, જેમાં સવારે ૬ થી ૧૨ વાગ્યા વચ્ચેના સપ્લાય જેવા કે, જેટકો ઈએસઆર આધારિત મેપાનગર, સરિતા પેલેસ વિસ્તાર, ઝવેરભાઈની વાડી, શિવનગર, હરિઓમ નગર, પટેલ નગર, મિલેટ્રી સોસાયટી, સરિતા સોસાયટી, કુમુદવાડી, દેસાઈનગર, શાંતિનગર, ગૌતમેશ્વર, માધવાનંદ, ચિત્રા ગામતળ, રાજનગર, મહાલક્ષ્મી સોસાયટી, એસ.ટી. સોસાયટી, મહેશ્વરી સોસાયટી, અખંડઆનદ, સુખસાગર વિગેરે તેમજ ચિત્રા જીએલઆર આધારિત કુંભારવાડાનો ગુજરાત હાઉસિંગ બોર્ડનો તમામ વિસ્તાર, અક્ષર પાર્ક તેમજ આખલોલ ઇન્દિરાનગર વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે.
મહાપાલિકાના વોટરવર્કસ વિભાગ દ્વારા વૈકલ્પિક આયોજન કરીને પાવર પુનઃ શરૃ થયા બાદ જે સપ્લાય આપી શકાય તેમ હોય તે આપવા માટેનું આયોજન કરી ચિત્રા ફિલ્ટર પરથી વીજકાપને લીધે આવનાર પાણી કાપમાં અંશતઃ ઘટાડો કરવામાં આવેલ છે. આવતીકાલે શનીવારના ઘણાં વિસ્તારોમાં પાણી સપ્લાય કટ થવાને બદલે મોડો આપવામાં આવશે. જેટકો ઈએસઆર આધારિત પાણી સપ્લાય સવારે ૧૧ વાગ્યા પછીના વિસ્તારમાં નિયત સમયથી અંદાજે ૨ થી ૩ કલાક મોડું રહેશે. ચિત્રા ઈએસઆર હેઠળના ઈશ્વરનગર, સત્યમ-શિવમ-સુન્દરમ, અંજલિપાર્ક, અમર પાર્ક, ભીમનગર- શિવાનંદ-વગેરે વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય તેના નિયત સમયથી અંદાજે ૫ થી ૬ કલાક મોડું રહેશે. ફુલસર જીએલઆર હેઠળના સ્વપ્ન સાકાર ટાઉનશીપ, આનંદજી પાર્ક, શિવશક્તિ, ઓમ નમઃશિવાય, પ્રધાનમંત્રી આવાસ-૧૬, ૩૦, ૩૬, ૮૦, ફુલસર ગામતળ, કર્મચારીનગર, સુખશાંતિ સોસા., સ્લમ બોર્ડ, વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય તેના નિયત સમયથી અંદાજે ૫ થી ૬ કલાક મોડું રહેશે. જયારે ચિત્રા ફિલ્ટર આધારિત કુંભારવાડા, હાદાનગરનાં અન્ય વિસ્તારોમાં પાણી સપ્લાય તેના રાબેતા મુજબનાં સમયે શરૃ રહેશે.
રવિવારે તરસમિયા ફિલ્ટર હેઠળના વિસ્તારોમાં પાણી કાપ
ભાવનગર શહેરમાં આગામી રવિવારના રોજ તરસમીયા ફિલ્ટર ઉપર આ સમય દરમ્યાન તરસમીયા ફિલ્ટર આધારિત પમ્પીંગ બંધ રહેવાનું હોવાથી સવારે ૬ થી બપોરે ૧ વાગ્યા વચ્ચેના ઘણાં વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે, જેમાં વર્ધમાન ઈએસઆર આધારિત શિવનગર-૧, ગાયત્રીનગર- શ્રીનાથજીનગર, સ્વપ્ન સુષ્ટિ, શિવ શ્રુષ્ટિ રીંગ રોડ આજુબાજુનો વિસ્તાર અધેવાડા ગામ સીતારામ ચોક, સિંગ લીયા (ભરતનગર), તખ્તેશ્વર રેસીડેન્સી, વર્ધમાનનગર, દેવરાજનગર, તળાજા રોડ, શેત્રુંજી રેસીડન્સી-૧-૨-૩-૪, તરસમીયા ગામ, અધેવાડા ગામ વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે. દિલબહાર ઈએસઆર આધારિત કાળીયાબીડ-ડી, કેસરીયા હનુમાન અને તેની આજુ-બાજુના વિસ્તારો, સાગવાડી અને તેની આજુ-બાજુના વિસ્તાર, રામનગર વગેરે વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે. બાલયોગીનગર ઈએસાર આધારિત ગાયત્રીનગર, અકવાડા, અખિલેશ સોસાયટી, પંચવટી ચોક, લાખાવાડ, મીની હીરાબજાર વારાહી સોસાયટી, પ્રગતી-પીપલ સોસાયટી, રૃવા ગામ વગેરે વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે, જયારે તરસમીયા ફિલ્ટર આધારિત અન્ય વિસ્તારોમાં પાણી સપ્લાય તેના રાબેતા મુજબનાં સમયે શરૃ રહેશે.


