Get The App

સયાજીપુરાની વ્રજવિલા સોસાયટીમાં પાણીનો કકળાટ, રહીશો પરેશાન

વેરો ભરવા છતાં પ્રેશરના અભાવે પૂરતું પાણી નહીં, ટેન્કર પાછળ રોજ ખર્ચ વધ્યો

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
સયાજીપુરાની વ્રજવિલા સોસાયટીમાં પાણીનો કકળાટ, રહીશો પરેશાન 1 - image

શહેરના વોર્ડ નંબર ૪માં સમાવિષ્ટ સયાજીપુરા વિસ્તારમાં આવેલ પં. દિનદયાળ ઉપાધ્યાય ગૃહની સામે આવેલી વ્રજવિલા સોસાયટીમાં પાણીની સમસ્યાથી રહીશો હાલાકી ભોગવી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, સોસાયટીમાં પાણીનું પ્રેશર અત્યંત ઓછું હોવાથી પૂરતું પાણી પહોંચતું નથી. આજુબાજુની સોસાયટીઓમાં બે ટાઈમ પૂરતા પ્રેશર સાથે પાણી આપવામાં આવે છે, જ્યારે વ્રજવિલા સોસાયટીમાં માત્ર એક જ ટાઈમ તે પણ અપૂરતું પાણી મળે છે. પરિણામે રહીશોને રોજબરોજ પાણીના ટેન્કર મંગાવવા પડે છે, જેના કારણે વધારાનો આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે.

રહીશો સમયસર મ્યુનિસિપલ વેરો ચૂકવે છે, છતાં પાણી જેવી મૂળભૂત સુવિધા માટે લોકોને સમદ કરે ધક્કા ખાવા પડે છે. અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ રજૂઆતો કરવા છતાં હજુ સુધી યુનિલિકશન સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.

વહેલીતકે પાણી પ્રેશરની સમસ્યાનું નિરાકરણ લાવી કાયમી ઉકેલ લાવવામાં આવે, નહીં તો આગામી દિવસોમાં આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી રહીશોએ આપી છે.