Get The App

મહાનગર પાલિકાની ચૂંટણીમાં 4 ઉમેદવારને મત આપ્યા બાદ રજિસ્ટરનું બટન દબાવવું ફરજિયાત

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
મહાનગર પાલિકાની ચૂંટણીમાં 4 ઉમેદવારને મત આપ્યા બાદ રજિસ્ટરનું બટન દબાવવું ફરજિયાત 1 - image

Gujarat Local Body Elections 2026: ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શિકા મુજબ મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાર મહત્તમ ચાર મત આપી શકશે એટલે કે ચાર ઉમેદવારને મત આપી શકશે. જો ચારથી ઓછા ઉમેદવારને મત આપવો હોય તો આપી શકાશે, પરંતુ મત આપ્યા બાદ રજિસ્ટરનું પીળું બટન દબાવવું ફરજિયાત છે.

2થી 3 ઈવીએમ મૂકાશે અને મહત્તમ ચાર મત આપી શકાશે 

ચૂંટણી પંચ દ્વારા મતદારોને વોટિંગમાં મુશ્કેલી ન પડે અને મતદાન પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે ચૂંટણી પહેલા ટ્રેનિંગો પણ ગોઠવાતી હોય છે અને આ સાથે મતદારોને પણ ધ્યાનમાં રાખવી જેવી માર્ગદર્શિકાઓ જાહેર કરાય છે. જે મુજબ આ વખતની કોર્પોરેશન ચૂંટણીમાં મતદાર મહત્તમ ચાર મત આપી શકશે. દરેક વોર્ડમાં જુદા જુદા પક્ષના ચાર ઉમેદવારની પેનલ હોય છે, ત્યારે જો કોઈ વોર્ડમાં 15થી 20 ઉમેદવાર હોય તો તેમાંથી મતદાર કોઈપણ પક્ષના એક અન્ય પક્ષના એક એ રીતે જુદા જુદા ઉમેદવારને મત આપી શકશે અને ઉમેદવારે 1થી લઈને 4 સુધીની સંખ્યામાં મત આપી શકશે. મહત્તમ ચાર મત આપી શકાશે.

આ પણ વાંચો: ચૂંટણી પ્રચારમાં નેતાઓનો વાણીવિલાસ: ભાજપ MLAએ કહ્યું- શું તારા બાપાના પૈસે વિકાસ કરીશ?

પરંતુ મતદારે મતદાન કર્યા બાદ ફરજિયાત પીળું બટન દબાવી મત રજિસ્ટર કરવો ફરજિયાત છે અને તો જ મત માન્ય ગણાશે. મતદારે આખી પેનલને વોટ આપવો ફરજિયાત નથી અને ચારમાંથી એક કે બે ઉમેદવારને મત આપ્યા બાદ નોટાનું બટન પણ દબાવી શકે છે. મતદારે ચૂંટણી કાર્ડ લાવવું હિતાવહ છે, પરંતુ જો ન હોય તો માન્ય કરેલા 12 પુરાવામાંથી કોઈપણ પુરાવો સાથે લાવીને મતદાન કરી શકશે. દરેક ઈવીએમમાં એક નોટાનું બટન અને ઉમેદવારોના નામની સામેના બટન સાથે કુલ 15 બટન રહેશે. એટલે દરેક મતદાન મથકમાં 2થી 3 ઈવીએમ રાખવા પડી શકે છે.

આ વખતે વીવીપેટ નહીં રહે અને મતદારને વોટિંગ કરવા માટે 50થી 60 સેકન્ડ મળશે. દરેક મતદાન મથકમાં 800 મતદારોની સંખ્યા નક્કી કરાયું છે અને તે મુજબ વોટિંગ બુથ ગોઠવાયા છે. મતદાર એક બટન દબાવશે કે તરત જ ઉમેદવારના નામ સામે લાલ લાઈટ થશે અને કુલ 4 લાલ લાઈટ થાય ત્યાં સુધી અલગ અલગ 4 ઉમેદવારો પસંદ કરવાના છે.