અલકાપુરીના શ્રીમ શાલીની મોલમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Demolition : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા શહેરના અલકાપુરી વિસ્તારમાં કોન્કર્ડ બિલ્ડિંગ સામે આવેલા શ્રીમ શાલીની મોલમાં ગેરકાયદે દબાણો અને બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, એક જ્વેલર્સ વેપારીએ દુકાનની આગળ આશરે 10 ફૂટ જેટલો ઓટલો બનાવી દુકાનનો ભાગ બહાર સુધી લંબાવ્યો હતો. ટાઉન ડેવલપમેન્ટ વિભાગ (ટીડીઓ) દ્વારા આ ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યું હતું. દરમિયાન વેપારી અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે સામાન્ય રકઝક પણ સર્જાઈ હતી.
આ ઉપરાંત એક કપડાની દુકાન દ્વારા માર્જિનની જગ્યામાં બે માળ સુધી કરાયેલા ગેરકાયદે બાંધકામને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ શાખા દ્વારા દ્વારા બે દુકાનોમાં થયેલા નિયમવિરોધી બાંધકામોને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવ્યો હતો.








