Gujarat

ઉનાળામાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે અંગે વડોદરા મ્યુનિસિપલ કમિ.અરુણ બાબુએ તાકીદ કરી, ફરિયાદોનો ત્વરિત નીકળ કરવા સૂચના

By GS TEAM
9 Apr 20261 min read
TukuTouch Logo
ડ્રેનેજ કામગીરી તાત્કાલિક પૂરી કરવા અને લોકોને સારા રસ્તા, પૂરતું પાણી મળે તેવી વ્યવસ્થાનું સૂચન કર્યું

Summarized by AI; it may make mistakes. Check important info

ઉનાળામાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે અંગે વડોદરા મ્યુનિસિપલ કમિ.અરુણ બાબુએ તાકીદ કરી, ફરિયાદોનો ત્વરિત નીકળ કરવા સૂચના

Vadodara : વડોદરા શહેરમાં વીજ પુરવઠો ખોરવાય તો તાત્કાલિક ધોરણે શરૂ કરવા તથા વીજ પુરવઠા બાબતે આવતી ફરિયાદોમાં કોઈપણ જાતનો વિલંબ ચલાવી લેવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ચેતવણી પાલિકા મ્યુનિસિપલ કમિશનરે ગોત્રી વીજ નિગમની ઓફિસે મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. હાલમાં ઉનાળાના કારણે એસી, પંખા અને કુલરનો વપરાશ વધી જતો હોવાથી વીજ પુરવઠો ખોરવાય નહીં એ અંગે સતર્ક રહેવા વીજ નિગમ કચેરી સ્ટાફને સૂચના આપવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે પ્રજાની વિવિધ સગવડો માટે હવે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ ગ્રાઉન્ડ લેવલ પર ઉતરીને વ્યક્તિગત કામગીરી જોઈને જરૂરી સલાહ સૂચન કરી રહ્યા છે. તેમણે શહેરમાં ચાલતી ડ્રેનેજ અને રસ્તાની કામગીરી વધુ ઝડપથી થાય અને રોડની સ્મૂધ સુવિધા લોકોને મળે તથા જરૂરિયાત મુજબનું પાણી વપરાશ માટે મળી રહે એ બાબતે પણ તેમણે સૂચનો કર્યા હતા. ઉનાળાના દિવસોમાં વિવિધ વીજ નિગમોનો સપ્લાયમાં કોઈપણ રીતે અવરોધ ઉભો થાય અને લોકોના ઘરમાં લાઈટ ગુલ થાય એ અંગે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા પણ વીજ નિગમના સ્ટાફને સૂચનો કર્યા હતા.