Gujarat

અમદાવાદના દાસ્તાન ઑટો વર્લ્ડ ખાતે કાર્સ ઍન્ડ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ - વિન્ટેજ કારના ભવ્ય ઇતિહાસની અહીં ઝલક મેળવો

By GS TEAM
28 Feb 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના SP રિંગ રોડ પર આવેલ 'દાસ્તાન ઑટો વર્લ્ડ'માં કાર્સ ઍન્ડ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન તા. 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલના માધ્યમથી લોકો ફિલ્મોમાં જોવા મળતી ક્લાસિક કારને પ્રત્યક્ષ નિહાળી શકશે. આ વિન્ટેજ કાર કલેક્શન પાછળના ઇતિહાસ અને મહત્ત્વ વિશે બ્રિજેશ ચિન્નાઈ અને ચામુંડેશ્વરી ચિન્નાઈએ વિગતવાર માહિતી આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના દાસ્તાન ઑટો વર્લ્ડ ખાતે કાર્સ ઍન્ડ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ - વિન્ટેજ કારના ભવ્ય ઇતિહાસની અહીં ઝલક મેળવો

Vintage Cars In Ahmedabad: અમદાવાદના SP રિંગ રોડ પર આવેલ 'દાસ્તાન ઑટો વર્લ્ડ'માં કાર્સ ઍન્ડ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન તા. 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલના માધ્યમથી લોકો ફિલ્મોમાં જોવા મળતી ક્લાસિક કારને પ્રત્યક્ષ નિહાળી શકશે. આ વિન્ટેજ કાર કલેક્શન પાછળના ઇતિહાસ અને મહત્ત્વ વિશે બ્રિજેશ ચિન્નાઈ અને ચામુંડેશ્વરી ચિન્નાઈએ વિગતવાર માહિતી આપી હતી.

વિન્ટેજ કારનું શાનદાર કલેક્શન

આ કલેક્શનની શરુઆત વિશે વાત કરતાં બ્રિજેશ ચિન્નાઈએ જણાવ્યું કે, આ કલેક્શનના ફાઉન્ડર પ્રાણલાલ ભોગીલાલ છે, પરંતુ તેની પાછળની કહાની તેમના પિતા ભોગીલાલ હરગોવિંદદાસ સાથે જોડાયેલી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારે ભોગીલાલજી પાસે તેમની લક્ઝુરિયસ પેકાર્ડ ગાડી માંગી હતી, પરંતુ તેમણે યુદ્ધમાં સહકાર ન આપવાના હેતુથી ગાડીને છુપાડી દીધી હતી. થોડા સમય બાદ, જ્યારે એ ગાડી તેમણે પાછી બહાર કાઢી ત્યારે લોકોનો આનંદ જોઈ માત્ર 11 વર્ષની વયના પ્રાણલાલ ભોગીલાલ ખૂબ પ્રભાવિત થયા અને તેમણે દેશ માટે આવી ગાડીઓ બચાવવાનું નક્કી કર્યું. આજે આ કલેક્શનમાં રોલ્સરોયસ, માયબાક, ડેમલર અને મર્સિડીઝ જેવી ગાડીઓ જે ખાસ ભારત માટે જ બનાવવામાં આવી હતી તેનો સમાવેશ થાય છે.'


આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ વખતે AMCના સ્ટાફે 16.74 લાખનો ચા-નાસ્તો કર્યો! સમિતિમાં બિલ પાસ

રાજવી પરિવારોનો વારસો અને બાઇકર્સ માટે નવું આકર્ષણ

ચામુંડેશ્વરી ચેન્નાઈએ જણાવ્યું કે, 'આઝાદી બાદ જ્યારે રાજવી પરિવારોએ પોતાની ગાડીઓ વેચવા કાઢી ત્યારે મારા પિતાએ તેમાંથી મોટો ભાગ ખરીદીને આ કલેક્શનને સમૃદ્ધ બનાવ્યું હતું. આ વખતે અમે કારની સાથે સાથે બાઇકર્સ ક્લબની ઇચ્છાને માન આપીને બાઇક કલેક્શન પણ પ્રદર્શિત કર્યું છે અને ધૂમ જેવી ફિલ્મો પણ અહીં બતાવવામાં આવી રહી છે. અમે ઇચ્છીએ છીએ કે ભવિષ્યમાં કોઈપણ હેરિટેજ કલેકશન ધરાવતું ઓટોમોબાઇલ આ કલેક્શનનો ભાગ બને.'


ગાડીઓના મેન્ટેનન્સ વિશે બ્રિજેશ ચિન્નાઈએ જણાવ્યું કે, 'અમારી પાસે એક સ્પેશિયલાઇઝ ટીમ છે, પરંતુ આ ગાડીઓ ટેકનિકલી ખૂબ જ સરળ અને પ્રેક્ટિકલ છે. આજની આધુનિક કારમાં પાર્ટ્સ બગડે તો બદલવા પડે છે, જ્યારે આ વિન્ટેજ ગાડીઓના પાર્ટ્સ લાંબો સમય સુધી ચાલે છે અને રિપેર કરી શકાય તેવા હોય છે. અમે અમારું પોતાનું રિસ્ટોરેશન વર્કશોપ પણ ચલાવીએ છીએ અને આંતરરાષ્ટ્રીય સ્તરની ઈકોસિસ્ટમ સાથે જોડાયેલા છીએ જેથી આ ગાડીઓને તેમના ઓરિજિનલ સ્ટેટમાં જાળવી શકાય.'


'ગાડીઓ નહીં, પરિવારના સભ્યો'

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આટલી બધી ગાડીઓમાંથી તેમની પસંદીદા ગાડી કઈ છે ? ત્યારે તેમણે જણાવ્યું કે, 'અમારા પરિવારમાં આ બધી જ ગાડીઓને નામ આપવામાં આવ્યા છે અને અમે તેમને પરિવારના સભ્ય સમાન ગણીએ છીએ, તેથી કોઈ એક ગાડીને મનપસંદ કહેવી મુશ્કેલ છે.'