Get The App

અમદાવાદ પ્લેન ક્રેશ વખતે AMCના સ્ટાફે 16.74 લાખનો ચા-નાસ્તો કર્યો! સમિતિમાં બિલ પાસ

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ પ્લેન ક્રેશ વખતે AMCના સ્ટાફે 16.74 લાખનો ચા-નાસ્તો કર્યો! સમિતિમાં બિલ પાસ 1 - image


Ahmedabad Municipal Corporation: અમદાવાદ મ્યુનિસિપલ.ના બજેટનું કદ 18,518 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. છતાં પ્રાથમિક સુવિધા માટે લોકોએ બૂમો પાડવી પડે છે. ત્યારે આ પૈસા કેવી રીતે અને ક્યાં વપરાય છે? તેવો સવાલ થવો સ્વાભાવિક છે. તો તેનો જવાબ 27મી ફેબ્રુઆરીના રોજ સ્થાયી સમિતિમાં મંજૂર થયેલી એક વધુ એક દરખાસ્તમાંથી મળે છે.  12મી જૂન 2025ના રોજ થયેલી વિમાન દુર્ઘટના વખતે મ્યુનિસિપલના સ્ટાફે કરેલા ચા-નાસ્તા પેટે 16.74 લાખ રૂપિયાના બિલની દરખાસ્ત મંજૂર થઈ છે.

પાણીની બોટલ, દૂધ અને બિસ્કિટની વ્યવસ્થા કરી સેવાભાવી સંસ્થાઓને પણ વિતરણ કરાયાનો દાવો

અમદાવાદમાં 12મી જૂન, 2025ના રોજ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાના પગલે મ્યુનિસિપલના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી હતી. આ સ્ટાફ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ માટે ચા-નાસ્તો, પાણીની બોટલ, અમૂલ દૂધ, બિસ્કિટની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં RPF જવાનોની સતર્કતાએ ટ્રેન નીચે કચડાતા બચ્યો મુસાફર, ઘટનાના CCTV સામે આવ્યા

ઘટનાના આઠ મહિના પછી છેક 27મી ફેબ્રુઆરીના રોજ સ્થાયી સમિતિમાં આ અંગેનો 16.74 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરાયો છે. વિલંબ થવા માટે એવું કારણ આપવામાં આવ્યું છે કે, સંતોષકારક કામગીરી અંગેનું ફૂડ સેફ્‌ટી ઓફિસરનું પ્રમાણપત્ર લેવાનું હતું! બીજી તરફ ચા-નાસ્તા, પાણી, દૂધ, બિસ્કિટ માટે ખર્ચાયેલી આ રકમનો આંકડો પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.