Gujarat

વિદ્યાસહાયક ભરતી 2024: ચાલુ નોકરીએ વધારાની લાયકાત મેળવનાર માટે રૂબરૂ સુનાવણીનું આયોજન

By GS Team
20 Aug 20252 mins read
This article was originally published on 20 Aug 2025
TukuTouch Logo
ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લિકેશન અને સંલગ્ન અરજી મુદ્દે વર્ષ 2024ની વિદ્યાસહાયક ભરતીમાં અરજી કરનારા ઉમેદવારો માટે એક અગત્યનો નિર્ણય લેવાયો છે. જે ઉમેદવારોએ પોતાની નોકરી ચાલુ હોય તે દરમિયાન નિયમિત અભ્યાસથી વધારાની લાયકાત મેળવી હશે, જેમણે હવે પોતાના ગુણ દૂર કરવા માટે સંમતિ આપી છે, તેમને રૂબરૂ સુનાવણી માટે બોલાવવામાં આવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદ્યાસહાયક ભરતી 2024: ચાલુ નોકરીએ વધારાની લાયકાત મેળવનાર માટે રૂબરૂ સુનાવણીનું આયોજન

Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લિકેશન અને સંલગ્ન અરજી મુદ્દે વર્ષ 2024ની વિદ્યાસહાયક ભરતીમાં અરજી કરનારા ઉમેદવારો માટે એક અગત્યનો નિર્ણય લેવાયો છે. જે ઉમેદવારોએ પોતાની નોકરી ચાલુ હોય તે દરમિયાન નિયમિત અભ્યાસથી વધારાની લાયકાત મેળવી હશે, જેમણે હવે પોતાના ગુણ દૂર કરવા માટે સંમતિ આપી છે, તેમને રૂબરૂ સુનાવણી માટે બોલાવવામાં આવી રહ્યા છે. 

શું છે વિગત? 

ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લિકેશન અને સંલગ્ન અરજીના સંદર્ભમાં, 24 જુલાઈ 2025ના ઓર્ડર અનુસાર, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા એક વિશેષ સમિતિની રચના કરાઈ છે. આ સમિતિ દ્વારા જ્ઞાન સહાયક અથવા અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવનાર ઉમેદવારો એ લાયકાતના ગુણ દૂર કરવાની સ્વેચ્છા એ મંજૂરી આપશે. આ સંદર્ભે મંજૂરી આપનાર ઉમેદવારોને કુદરતી ન્યાયના સિદ્ધાંત રૂપે રૂબરૂ સાંભળવાની તક આપવામાં આવી રહી છે. આ ઉમેદવારોને સાંભળવા માટે 13 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધીની રૂબરૂ સુનાવણી પ્રક્રિયા ચાલી રહી છે. 

આ પણ વાંચોઃ આવી રીતે ભણશે ગુજરાત ? સુરત પાલિકા સંચાલિત હિન્દી માધ્યમની શાળામાં પુસ્તક મળ્યા નથીનો કકળાટ

આ રૂબરૂ સુનાવણીમાં એવા ઉમેદવારોને પણ સાંભળવામાં આવશે, જેણે ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસ કર્યો છે પરંતુ, પોતાનું નામ જાહેર નથી કર્યું. તેમને પણ નોકરી સાથે પોતાના અભ્યાસની જાણ કરવાની અને સુનાવણીની તક આપવામાં આવશે. આ ઉમેદવારો સરકારની બનાવેલી કમિટીને આ વિશે રૂબરૂ માહિતી આપી શકે છે. 

ક્યારે અને ક્યાં જવાનું?

જે ઉમેદવારોને 13/08/25 થી 21/08/25 દરમિયાન બોલાવવામાં આવ્યા નથી, પરંતુ જેમણે નોકરી દરમિયાન નિયમિત અભ્યાસ દ્વારા લાયકાત મેળવી છે અને જેઓ અત્યાર સુધી સમિતિ સમક્ષ હાજર થયા નથી, તેઓ નીચે જણાવેલ સમય પત્રક અને જરૂરી દસ્તાવેજો સાથે સ્વેચ્છાએ રૂબરૂ હાજર થઈ શકે છે.

આ પણ વાંચોઃ વધુ એક કૌભાંડ, પંચમહાલ જિલ્લામાં ગામની વસતી કરતાં વધુ લગ્ન નોંધણી, નાની વયની દીકરીઓને ભગાડી જવાનું ષડયંત્ર!

જિલ્લાનું નામ અને  રૂબરૂ ઉપસ્થિત રહેવા માટેની તારીખ

જિલ્લોતારીખસમય
સાબરકાંઠા, જૂનાગઢ, પોરબંદર, મહેસાણા, પાટણ22 ઓગસ્ટ, 2025સવારે 11:00 વાગ્યે
ભાવનગર, જામનગર, અમરેલી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ22 ઓગસ્ટ, 2025બપોરે 1:30 વાગ્યે
કચ્છ, ભરૂચ, નર્મદા, વલસાડ, નવસારી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, ગાંધીનગર23 ઓગસ્ટ, 2025સવારે 11:00 વાગ્યે
ડાંગ, તાપી, બોટાદ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા23 ઓગસ્ટ, 2025બપોરે 1:30 વાગ્યે