Gujarat

ભુજના ખાવડામાં યુવકો સાથે ક્રૂરતા: બે પિતરાઈ ભાઈનું મુંડન કરી માર માર્યો, વીડિયો વાઈરલ થતા ચકચાર

By GS TEAM
3 Nov 20252 mins read
TukuTouch Logo
ભુજ તાલુકાના સરહદી ખાવડા પંથકમાં માનવતાને શર્મશાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરાવર ગામના સીમ વિસ્તારમાં મહિલાઓની છેડતી કરવા આવ્યા હોવાની આશંકાના આધારે બે પિતરાઈ ભાઈઓ પર સ્થાનિક ટોળા દ્વારા અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. હુમલાખોરોએ બંને યુવકોનું મુંડન કરી, અડધી મૂછો કાપીને નિર્દયતાથી માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં સમગ્ર કચ્છ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકોનો દાવો છે કે ગામની એક યુવતી જોડે આ બે યુવકો પકડાયા બાદ સમાજના લોકોએ તેમને તાલીબાની સજા આપી હતી. જ્યારે ભોગ બનનાર યુવકોએ આ દાવાને ફગાવી દઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભુજના ખાવડામાં યુવકો સાથે ક્રૂરતા: બે પિતરાઈ ભાઈનું મુંડન કરી માર માર્યો, વીડિયો વાઈરલ થતા ચકચાર

Bhuj News : ભુજ તાલુકાના સરહદી ખાવડા પંથકમાં માનવતાને શર્મશાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરાવર ગામના સીમ વિસ્તારમાં મહિલાઓની છેડતી કરવા આવ્યા હોવાની આશંકાના આધારે બે પિતરાઈ ભાઈઓ પર સ્થાનિક ટોળા દ્વારા અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. હુમલાખોરોએ બંને યુવકોનું મુંડન કરી, અડધી મૂછો કાપીને નિર્દયતાથી માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં સમગ્ર કચ્છ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકોનો દાવો છે કે ગામની એક યુવતી જોડે આ બે યુવકો પકડાયા બાદ સમાજના લોકોએ તેમને તાલીબાની સજા આપી હતી. જ્યારે ભોગ બનનાર યુવકોએ આ દાવાને ફગાવી દઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ આ ઘટના 31મી ઓક્ટોબરના રોજ બપોરે 4 વાગ્યાની આસપાસ બની હતી. ભોગ બનનાર હકીમ  તેના માસીના દીકરા સાધક સુલેમાન સમા જોડે ખોવાઈ ગયેલી ગાય ગોતવા ગામના સીમાડે નીકળ્યો હતો. આ દરમિયાન ધોરાવર ગામના કેટલાક સ્થાનિક લોકોએ તેમને અટકાવ્યા હતા. અને 'મહિલાઓની છેડતી કરવા આવ્યા છો..' કહીને અત્યાચાર ગુજારેલો. ઉશ્કેરાયેલા ટોળાએ કાયદો હાથમાં લીધો હતો અને બંને યુવકો સાથે માર મારી કરી, અડધી મૂછ કાપી અને માથે અડધું મંડન કરી ઝાડ સાથે બાંધીને તાલીબાની સજાનો વીડિયો ઉતાર્યો હતો. આ સમગ્ર ઘટના દરમિયાન ટોળું યુવકોને નિર્દયતાથી મારતું રહ્યું હતું. 

વીડિયો વાઈરલ થતાં પોલીસ હરકતમાં આવી

આ અત્યાચારના બે વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં મામલો ગરમાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ખાવડા પોલીસે તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરી હતી. ભોગ બનનારની ફરિયાદના આધારે, પોલીસે ધોરાવર ગામના ચાર શખ્સોમાં નુરમામદ જુણસ સમા, હનીફ જાકબ સમા, રફીક સીધીક સમા, ભીલાલ સુલેમાન સામે નામજોગ ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત, વીડિયોમાં દેખાતા અન્ય અજાણ્યા 15 લોકો સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગાંધીધામના પરિણીત યુવક પાસેથી રૂ.5 કરોડ પડાવનાર મુંબઈની સિમરન ઝડપાઈ, પતિ સાથે મળી કર્યો બ્લેકમેઇલ

ખાવડા પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઇટી એક્ટ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી મુખ્ય ચાર આરોપીઓ સાથે સંડોવાયેલા અન્ય ઇસમોના નામ મેળવવા અને તેમની ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.