Get The App

ગાંધીધામના પરિણીત યુવક પાસેથી રૂ.5 કરોડ પડાવનાર મુંબઈની સિમરન ઝડપાઈ, પતિ સાથે મળી કર્યો બ્લેકમેઇલ

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
ગાંધીધામના પરિણીત યુવક પાસેથી રૂ.5 કરોડ પડાવનાર મુંબઈની સિમરન ઝડપાઈ, પતિ સાથે મળી કર્યો બ્લેકમેઇલ 1 - image


Gandhidham News : કચ્છના ગાંધીધામનો પરણીત યુવક મુંબઈની સિમરન નામની યુવતી પાછળ પાગલ થયો હતો. આ પછી યુવકે મહિલાની ચાહમાં વર્ષ 2021થી 2023 દરમિયાન ટૂકડે ટૂકડે 5.58 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. છેતરપિંડી મામલે યુવકે ગત જાન્યુઆરી, 2025માં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉ પોલીસે આરોપી યુવતીના પતિ કૈલાસ ગાયકવાડની ધરપકડ કરી હતી. આ પછી હવે, પતિની મદદથી ગાંધીધામના યુવકના કરોડો પડાવવાના ગુનામાં મુંબઈની સિમરનની પોલીસે ધરપકડ કરી લીધી છે. 

ગાંધીધામના પડાણાના યુવકે ટ્રક-જમીન વેચીને મિત્રો-પરિચિતો સહિતના લોકો પાસેથી વ્યાજે રૂપિયા લઈને મુંબઈની સિમરન નામની યુવતી પાછળ કરોડો રૂપિયા ગુમાવ્યા હતા. સમગ્ર મામલે યુવકને છેતરપિંડી થઈ હોવાનું જણાતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે આરોપી યુવતીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

શું હતી સમગ્ર ઘટના?

પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, કચ્છના ગાંધીધામનો 32 વર્ષીય યુવક વર્ષ 2020માં ફાયનાન્સના કામથી ત્રણ મિત્રો સાથે મુંબઈ ગયો હતો. જ્યાં તેની મુલાકાત સિમરન નામની ગણિકા સાથે થઈ હતી. આ પછી બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવ્યા હતા. જો કે, એક વર્ષ બાદ યુવક ફરી મુંબઈ જઈને સિમરનને મળે છે. ત્યારબાદ યુવક સિમરનના મોહમાં આવી જતાં તેને યુવતીને ગાંધીધામ બોલાવી હતી. પરંતુ સિમરને તેના પતિ કૈલાસ ગાયકવાડ સાથે વાત કરવા કહ્યું હતું. 

આ પણ વાંચો: યુવકની આત્મા હોસ્પિટલમાં ભટકે છે કહી પરિજનો ભૂવો લઈ આવ્યા, ધૂણીને કરાવ્યો ગૃહપ્રવેશ: દાહોદમાં ચોંકાવનારો કિસ્સો

ગાંધીધામના યુવક પાસેથી 5.58 કરોડ પડાવ્યા

યુવકે વાત કરતાં સિમરનને ગાંધીધામ આવવા માટે કૈલાસે 25 હજાર ચાર્જ ચૂકવવા કહ્યું તો યુવકે ઓનલાઈન માધ્યમથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જો કે, કૈલાસે કોવિડ અને વેક્સિનનું બાનું આપ્યું અને પછી ફરીથી જીએસટી અને મની ટ્રાન્સફરનો ચાર્જ કહીને યુવક પાસેથી વધુ 22 હજાર પડાવ્યા હતા. પરંતુ કૈલાસ સિમરનને ગાંધીધામ મોકતો ન હતો. અંતે યુવક મુંબઈ જાય છે, પણ ત્યાં કૈલાસ તેને મળતો નથી. જો કે, સિમરન અને કૈલાસને ખ્યાલ આવી જાય છે આ યુવક હવે પાગલ થઈ ગયો છે. જેથી કૈલાસે પોતાને પૈસાની જરૂર હોવાનું કહીને વર્ષ 2021થી 2023 દરમિયાન ટૂકડે ટૂકડે યુવક પાસેથી 5.58 કરોડ પડાવીને 50 વ્યક્તિના બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા. 

Tags :