Gujarat

વિબગ્યોર સ્કૂલને એફઆરસીએ નક્કી કરેલી ફી એક મહિનામાં લાગુ કરવા આદેશ

By GS TEAM
2 Mar 20261 min read
TukuTouch Logo
વડોદરા ઝોનની ફી રેગ્યુલેશન કમિટિ દ્વારા શહેરની વિબગ્યોર ઈન્ટરનેશન સ્કૂલની જે ફી નક્કી કરવામાં આવી હતી તેને રાજ્ય સરકારની ફી રિવિઝન કમિટિએ પણ યથાવત રાખી છે અને સ્કૂલને એક મહિનામાં વડોદરા એફઆરસીએ નક્કી કરેલી ફી લાગુ કરવા માટે આદેશ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિબગ્યોર સ્કૂલને એફઆરસીએ નક્કી કરેલી ફી એક મહિનામાં લાગુ કરવા આદેશ

Vadodara : વડોદરા ઝોનની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા શહેરની વિબગ્યોર ઈન્ટરનેશન સ્કૂલની જે ફી નક્કી કરવામાં આવી હતી તેને રાજ્ય સરકારની ફી રિવિઝન કમિટિએ પણ યથાવત રાખી છે અને સ્કૂલને એક મહિનામાં વડોદરા એફઆરસીએ નક્કી કરેલી ફી લાગુ કરવા માટે આદેશ આપ્યો છે.

 વડોદરા એફઆરસીના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, 2024 થી 2026ના શૈક્ષણિક વર્ષ માટે વિબગ્યોર સ્કૂલની જે ફી વડોદરા એફઆરસી દ્વારા નક્કી કરી હતી તેની સામે સ્કૂલ સંચાલકોએ ફી રિવિઝન કમિટીએ સમક્ષ અપીલ કરી હતી. પણ તેમાં ફેરફાર કરવાનો ઈનકાર કરી દીધો છે. જો વિબગ્યોર સ્કૂલ એક મહિનામાં આ ફી લાગુ નહીં કરે તો સ્કૂલ સામે ડીઈઓ અને ડીપીઓને કાયદેસરની કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો છે.

જેનો અર્થ એ છે કે, સ્કૂલે ત્રણ વર્ષ દરમિયાન જે પણ વધારાની ફી લીધી છે તે વાલીઓને પાછી આપવી પડશે અથવા તો વિદ્યાર્થીઓની ફીમાં એડજસ્ટ કરી આપવી પડશે. આ રકમ કરોડોમાં થવા જાય છે. ફી રિવિઝન કમિટિએ તો સ્કૂલને જ આ આદેશની લેખિત નકલ ડીઈઓ કચેરીમાં પહોંચાડવા માટે પણ તાકીદ કરી છે.

વડોદરા ઝોનની ફી રેગ્યુલેશન કમિટીએ નક્કી કરેલી ફી લાગુ નહીં કરવા બદલ વિબગ્યોર સ્કૂલને 2024માં બે લાખ રૂપિયા અને 2025માં 10 લાખ રૂપિયા દંડ પણ ફટકાર્યો હતો. જેની સામે સ્કૂલ સંચાલકો કોર્ટમાં ગયા હતા અને ત્યાં સુનાવણી ચાલી રહી છે.