Gujarat

પાણીગેટ વિસ્તારમાં ગેસ બિલોની બાકી વસુલાત માટે વીજીએલની કડક કાર્યવાહી

By GS TEAM
5 Feb 20261 min read
TukuTouch Logo
વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ગઈકાલે તા. 4 ફેબ્રુઆરીએ પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતાં તાઈવાડા, શાસ્ત્રીબાગ, મહાદેવ તળાવ, મંગલ પાર્ક, ખેડકર ફળિયા તથા કોકણ ફળિયા વિસ્તારોમાં ગેસના બાકી બિલોની વસુલાત માટે વિશેષ રિકવરી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

પાણીગેટ વિસ્તારમાં ગેસ બિલોની બાકી વસુલાત માટે વીજીએલની કડક કાર્યવાહી

વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ગઈકાલે તા. 4 ફેબ્રુઆરીએ પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતાં તાઈવાડા, શાસ્ત્રીબાગ, મહાદેવ તળાવ, મંગલ પાર્ક, ખેડકર ફળિયા તથા કોકણ ફળિયા વિસ્તારોમાં ગેસના બાકી બિલોની વસુલાત માટે વિશેષ રિકવરી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રિકવરી ટીમે પોલીસ ટીમ સાથે ફિલ્ડ વિઝિટ કરી તેમજ વારંવાર ફોન દ્વારા સંપર્ક સાધતાં કુલ અંદાજે 72 ગ્રાહકોના પરિસરોની મુલાકાત લેવામાં આવી હતી, જ્યારે કેટલાક ગ્રાહકોએ સ્થળ પર જ ગેસ બિલની ચુકવણી કરી હતી.

આ કામગીરી દરમિયાન પાણીગેટ પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે ગેસના બાકી બિલોની કુલ રૂ. 5,64,084ની વસુલાત કરવામાં આવી હોવાનું વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જણાવાયું છે.

તેમજ બાકી વસુલાતમાં ગેસના નાણા ચૂકવવામાં નિષ્ફળ રહેલા કુલ 35 ગ્રાહકોના ગેસ કનેક્શનો બંધ કરવામાં આવ્યા હતા, જેની બાકી રકમ રૂ. 13,92,389 થાય છે.