Gujarat

વિદેશમાં વસતા ગુજરાતીઓનો વિશ્વાસ જીતી શકાયો નહીં! 'વતનપ્રેમ' યોજના ફ્લોપ, કરોડોની ગ્રાન્ટ પડી રહી

By GS TEAM
5 May 20262 mins read
TukuTouch Logo
ગુજરાતના ગામડાઓના કાયાકલ્પ માટે વર્ષ 2021માં મોટી જાહેરાતો સાથે શરૂ કરવામાં આવેલી 'વતન પ્રેમ યોજના' હાલ તેના અંતિમ શ્વાસ લઈ રહી હોય તેવું જણાય છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલું કરોડોનું બજેટ તિજોરીમાં વણવપરાયેલું પડ્યું રહ્યું છે, જે દર્શાવે છે કે આ મહત્વાકાંક્ષી યોજના વિદેશમાં વસતા ગુજરાતી દાતાઓને આકર્ષવામાં સદંતર નિષ્ફળ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદેશમાં વસતા ગુજરાતીઓનો વિશ્વાસ જીતી શકાયો નહીં! 'વતનપ્રેમ' યોજના ફ્લોપ, કરોડોની ગ્રાન્ટ પડી રહી

Vatan Prem Yojana Flops: ગુજરાતના ગામડાઓના કાયાકલ્પ માટે વર્ષ 2021માં મોટી જાહેરાતો સાથે શરૂ કરવામાં આવેલી 'વતન પ્રેમ યોજના' હાલ તેના અંતિમ શ્વાસ લઈ રહી હોય તેવું જણાય છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલું કરોડોનું બજેટ તિજોરીમાં વણવપરાયેલું પડ્યું રહ્યું છે, જે દર્શાવે છે કે આ મહત્વાકાંક્ષી યોજના વિદેશમાં વસતા ગુજરાતી દાતાઓને આકર્ષવામાં સદંતર નિષ્ફળ રહી છે.

શું હતી આ યોજના અને તેની જોગવાઈ?

માતૃભૂમિના વિકાસમાં વિદેશમાં વસતા ગુજરાતીઓ સહભાગી બને તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના હેઠળ વિકાસ કામો માટે 60 ટકા રકમ દાતાએ અને 40 ટકા રકમ રાજ્ય સરકારે આપવાની જોગવાઈ હતી. આ યોજના દ્વારા ગામડાઓમાં શાળાના ઓરડા, સ્માર્ટ ક્લાસ, કોમ્યુનિટી હોલ, આંગણવાડી, લાઈબ્રેરી અને સ્મશાનગૃહ જેવા પાયાના કામો કરવાનું લક્ષ્ય હતું.

આ પણ વાંચો: ન્યૂડ વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડ કરીને બ્લેકમેઇલ કરતો આરોપી ઝડપાયો

સરકારી આંકડા જ પોકારે છે નિષ્ફળતાની ગાથા

સરકારના વર્ષ 2024ના રિપોર્ટ મુજબ આ યોજનાની સ્થિતિ અત્યંત દયનીય જોવા મળી છે, સરકારે વર્ષ 2024માં આ યોજના માટે 5 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. વર્ષના અંતે માત્ર 50 લાખ રૂપિયાનો જ ખર્ચ થઈ શક્યો છે. બજેટની અંદાજે 4.50 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ ખર્ચાયા વગર જ પડી રહી છે.

નિષ્ફળતાના મુખ્ય કારણો

રાજકીય અને વહીવટી વિશ્લેષકોના મતે યોજના ફ્લોપ થવા પાછળ નબળો પ્રચાર-પ્રસાર અને વહીવટી તંત્રની આળસ મુખ્ય જવાબદાર છે. દાતાઓ સુધી આ યોજનાની માહિતી યોગ્ય રીતે પહોંચી શકી નથી, જેના કારણે વિદેશમાં વસતા ગુજરાતીઓનો વિશ્વાસ જીતી શકાયો નથી. હાલની પરિસ્થિતિ જોતા વતન પ્રેમ યોજના માત્ર સરકારી કાગળો પર જ સીમિત રહી ગઈ હોય તેવું ચિત્ર સ્પષ્ટ ઉપસી રહ્યું છે.