Get The App

VIDEO | વાપીના યુવા કલાકારની કમાલ, ધોની માટે દમણમાં બનાવ્યું ‘મહાકાય’ સ્કેચ, જોતા જ રહી જશો!

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO | વાપીના યુવા કલાકારની કમાલ, ધોની માટે દમણમાં બનાવ્યું ‘મહાકાય’ સ્કેચ, જોતા જ રહી જશો! 1 - image


Vapi Artist Crafts Massive Dhoni Portrait: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પ્રત્યેનો આદર વ્યક્ત કરવા માટે વાપીના એક યુવા કલાકારે પોતાની અનોખી કળાનો પરિચય આપ્યો છે. 'ક્રિએટિવ કરણ' તરીકે જાણીતા કરણ વિશ્વકર્માએ ધોનીનું 25 ફૂટ લાંબું ભવ્ય સ્કેચ તૈયાર કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.

500થી વધુ પેપર્સ અને 7 દિવસની મહેનત

આ વિશાળ કળાકૃતિ તૈયાર કરવા પાછળ કરણની રાત-દિવસની મહેનત છુપાયેલી છે. મહેન્દ્ર સિંહ ધોનીનું સ્કેચ બનાવવા માટે 500થી વધુ એફોર સાઈઝના પેપર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક પેપર પર ચિત્રના અલગ-અલગ ભાગો દોરીને તેને એવી રીતે જોડવામાં આવ્યા છે કે જેથી 25 ફૂટનું એક અખંડ અને જીવંત ચિત્ર તૈયાર થાય. કરણને આ ભવ્ય કૃતિ પૂર્ણ કરતા સતત 7 દિવસનો સમય લાગ્યો હતો.

દરિયાકિનારે પવનના પડકારો વચ્ચે સર્જન

આ કળાકૃતિ દમણના મોટી દમણ કિલ્લા નજીત આવેલા લાઇટ હાઉસ વિસ્તારમાં તૈયાર કરવામાં આવી હતી. દરિયાકાંઠે ફૂંકાતા તેજ પવનોને કારણે કાગળોને સ્થિર રાખવા તે કરણ માટે મોટો પડકાર હતો. અનેક વખત પેપર્સ ઉડી જવાની સ્થિતિ સર્જાઈ હોવા છતાં, કરણે ધીરજ પૂર્વક પોતાની કળાને આખરી ઓપ આપ્યો હતો.

આ પમ વાંચો: સલામત સવારીનું અસલામત બસ સ્ટેન્ડ: બાલાસિનોર એસટી ડેપોમાંથી આખે આખી બસ ચોરાઈ ગઈ

કેમ બનાવ્યું આ સ્કેચ?

કરણના જણાવ્યાનુસાર, ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોવાથી તેઓ હવે મેદાન પર ઓછા જોવા મળે છે. પોતાના પ્રિય ખેલાડી પ્રત્યે લાગણી અને આદર વ્યક્ત કરવા માટે તેણે આ માધ્યમ પસંદ કર્યું હતું. કરણની અંતિમ ઈચ્છા છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી આ કૃતિ ખુદ મહેન્દ્ર સિંહ ધોની સુધી પહોંચે.

હાલમાં આ વિશાળ સ્કેચ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે અને મોટી દમણ આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો કરણની આ અદ્ભુત કળાની ભારોભાર પ્રશંસા કરી રહ્યા છે.