Get The App

અંડર-૧૪ ગર્લ્સ ફૂટબોલમાં વડોદરાએ સિલ્વર મેડલ હાંસલ કર્યો

ફાઈનલમાંજામનગરે વડોદરાને ૨-૦થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
અંડર-૧૪ ગર્લ્સ ફૂટબોલમાં વડોદરાએ સિલ્વર મેડલ હાંસલ કર્યો 1 - image


ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત અંડર-૧૪ ગર્લ્સ ફૂટબોલ સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું.

ઝોનલ કક્ષાએ રાજ્યભરની વિવિધ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ચાર ઝોનમાંથી કુલ આઠ ટીમોએ ક્વોલિફાય થઈ રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રવેશ મેળવ્યો હતો. આ સ્પર્ધામાં તા.૨૩ થી ૨૬ સુધી લીગ રાઉન્ડની મેચો રમાઈ હતી. લીગ તબક્કામાં જોરદાર ટક્કર અને ખેલાડીઓની પ્રતિભા જોવા મળી હતી.

આજેહિંમતનગર ખાતે વડોદરા અને જામનગર વચ્ચે રોમાંચક ફાઈનલ મેચ રમાઈ હતી. બંને ટીમોએ શરૂઆતથી જ આક્રમક રમત દર્શાવી હતી, પરંતુ જામનગરની ટીમે વધુ સંકલિત અને વ્યૂહાત્મક રમત પ્રદર્શિત કરી ૨-૦થી વિજય મેળવ્યો હતો.

વિજેતા જામનગરની ટીમને ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો, જ્યારે રનર્સઅપ રહેલી વડોદરા ટીમને સિલ્વર મેડલથી સન્માનિત કરાઈહતી.